________________
૧૩૦ અધ્યાય : ૨, સૂત્ર-૩૩
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્રાર્થ :- (જીવોની યોનિ) ઉત્તપત્તિ સ્થાન સચિત્ત-શીત-સંવૃત્ત એ ત્રણ પ્રકારે તથા એ ત્રણના પ્રતિપક્ષી (અચિત્ત-ઉષ્ણ-વિવૃત્ત) તથા મિશ્ર (સચિત્તાચિત્ત-શીતોષ્ણ અને સંવૃત્ત વિવૃત) એમ કુલ નવ પ્રકારે હોય છે.
ભાવાર્થ:- યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન. ઉત્પત્તિસ્થાનો અસંખ્ય છે. જે જે સ્થાનોમાં કંઈ સમાનતા હોય તે સમાનતાને આશ્રયીને તેઓનું એક સ્થાન હોય છે. આવી સમાનતા શાસ્ત્રીય રીતે બે પ્રકારે જણાવી છે. (૧) વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન એ પાંચની સમાનતાના આધારે જે ઉત્પત્તિ સ્થાન
હોય તે સર્વ એક યોનિ ગણાય છે. એવી કુલ ૮૪ લાખ યોનિ છે.
(૨) સચિત્ત - શીત અને સંવૃત્તતાની દૃષ્ટિએ નવ ભેદે યોનિ ગણાવી છે. પ્રથમ ત્રણ ભેદઃ - (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર (સચિત્ત-અચિત્ત) બીજા ત્રણ ભેદ :- (૧) શીત (૨) ઉષ્ણ (૩) મિશ્ર - (શીતોષ્ણ) ત્રીજા ત્રણ ભેદ :- (૧) સંવૃત્ત (૨) વિવૃત્ત (૩) મિશ્ર - (સંવૃત્ત-વિવૃત્ત) સચિત્ત - જે યોનિ જીવ પ્રદેશોથી અધિષ્ઠિત-(વ્યાપ્ત) હોય. અચિત્ત :- જે યોનિ જીવ પ્રદેશોથી વ્યાપ્ત ન હોય. (Devoid of living Entities) મિશ્ર:- જે યોનિના કેટલાક ભાગમાં જીવ અધિષ્ઠિત હોય અને કેટલાક ભાગમાં જીવ
અધિષ્ઠિત ન હોય શીતઃ- જે યોનિ શીત સ્પર્શયુક્ત હોય ઉષ્ણ:- જે યોનિ ઉષ્ણ (Warm) સ્પર્શયુક્ત હોય મિશ્ર:- જે યોનિનો અમુકભાગ શીત અને અમુક ભાગ ઉષ્ણ હોય સંવૃત્ત :- જે યોનિ ઢંકાયેલી (Covered) હોય અસંવૃત્ત - જે યોનિ ખુલ્લી (Uncovered) હોય મિશ્ર :- જે યોનિ અમુક અંશે ઢંકાયેલી અને અમુક અંશે ખુલ્લી હોય.