________________
૯૦
અધ્યાય : ૨, સૂત્ર-૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર ર-૪ પ્રયોજન - ક્ષાયિકભાવના નવ પેટા ભેદો જણાવ્યા છે. ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च २-४ જ્ઞાનદર્શનદાનલાભભોગોપભોગવીર્યાણિ ચ ર-૪ જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વર્યાણિ ચ ૨-૪
શબ્દાર્થ-જ્ઞાન = કેવળજ્ઞાન, દર્શન = કેવળદર્શન, દાન-લાભ-ભોગ-ઉપભોગવીર્ય = (અંતરાય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થતી પાંચ લબ્ધિ)
સૂત્રાર્થ - જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય અને (સમ્યક્ત તથા ચારિત્ર એમ ક્ષાયિક ભાવના કુલ નવ ભેદો છે.)
ભાવાર્થ :- ચાર ઘાતકર્મોનો સર્વથા ક્ષય થવાથી આત્મામાં જે ગુણ પ્રગટ થાય છે તેને ક્ષાયિક ભાવ કહેવાય છે. તેના નવ ભેદો છે. (૧) કેવળજ્ઞાન - જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. (ર) કેવળ દર્શન - દર્શનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૩-૭) દાનાદિ પાંચ લબ્ધિ :- અંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૮) ક્ષાયિકસમ્યક્ત :- દર્શન સપ્તકના ક્ષયથી ઉત્પન્ન થાય છે.
ક્ષાયિક ચારિત્ર:- ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. ૧૨ થી ૧૪
ગુણસ્થાનકોમાં હોય છે. મૂળસૂત્રમાં સાત ગુણોનો શબ્દથી ઉલ્લેખ કર્યો છે અને છેલ્લા બે ગુણો “ચ” શબ્દથી સૂત્ર ૨-૩ માંથી લેવાના છે.
શંકા - સિદ્ધોને ક્ષાયિક સમ્યગ્દર્શન કેવી રીતે હોય?
સમાધાન - સમ્યગ્દર્શન એટલે તત્ત્વો પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા. શ્રદ્ધા એ માનસિક ભાવ છે. સિદ્ધોને મન હોતું નથી માટે સિદ્ધોને ક્ષાયિકદર્શન ન હોય એમ વ્યવહારથી કહી શકાય પણ નિશ્ચયનયથી આ વાત યોગ્ય નથી. કેમકે દર્શનમોહનીય અને અનંતાનુબંધી કષાયના સર્વથા ક્ષયથી પ્રગટેલું વિશુદ્ધ આત્મપરિણામ એ જ નિશ્ચય ક્ષાયિકસમ્પર્વ ગણાય છે. અને સિદ્ધભગવંતોને વિશુદ્ધ આત્મપરિણામ છે જ. માટે ક્ષાયિકસમ્યક્ત છે જ.