________________
આશીર્વચનો
શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ શાસનસમ્રાટ્ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂર-ચંદ્રોદય-અશોકચંદ્રસૂરિભ્યો નમઃ
પૂર્વધર મહર્ષિ શ્રી ઉમાસ્વાતિજી મહારાજ દ્વારા રચિત શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર જૈનદર્શનનો સારભૂત ગ્રંથ છે. માત્ર દશ અધ્યાયમાં ગ્રંથકારે આહતદર્શનનો કોઈ વિષય ગૂંથી લેવામાં પ્રાયઃ બાકી રાખ્યો નથી. સૂત્રકાર તરીકે સર્વને સ્વીકૃત બન્યા છે. શાસ્ત્રકારોએ જણાવેલ સૂત્રનું લક્ષણ સંપૂર્ણ આ ગ્રંથમાં રહ્યું છે.
“અત્પાક્ષરમાશં, સારવ૬ વિશ્વતોમgy પ.પૂ.આ. શ્રી સોમચંદ્રસૂરિ મ.સા. ઉસ્તોમમનવાં ર, મૂત્રવિવો વિવું: ”
જે ઓછા શબ્દવાળું હોય, સંદેહ રહિત હોય, સારભૂત હોય, બધી રીતે અર્થમાં પ્રવેશ કરી શકાય તેવું હોય, ઉચ્ચારણાદિમાં ક્યાંય અટકે નહિ તેવું હોય અને જે નિર્દોષ હોય તેને સૂત્રના જાણકારો સૂત્ર તરીકે ઓળખે છે.
તત્ત્વાર્થ સૂત્રના એક એક સૂત્રોના અર્થ એટલા ગહન છે કે જેટલું ચિંતન કરતા જાઓ, તેટલા નવા નવા પદાર્થો મળે, ઊંડાણ એટલું છે કે જેટલા ઊંડા ઉતરો, તેમ તેમ નવા નવા વિષયો જાણવા મળે, ગ્રંથ નિષ્પક્ષ રીતે તૈયાર થયેલ હોવાથી, જૈનોના બધા પંથોને, ગચ્છોને માન્ય હોવાથી ખેડાણ એટલું બધું થયું છે કે તમારા ક્ષયોપશમ મુજબ જેટલું જાણવું હોય, સમજવું હોય, વિચમવું હોય તેટલું ચિંતન કરી શકો.
જે સૂત્રનું ઊંડાણ, ખેડાણ, અધિક, તેનું સૂક્ષ્મતાથી ચિંતન કરવા મોકળું મેદાન મળી શકે. તેથી જ તત્ત્વાર્થસૂત્ર ઉપર આજદિન સુધી સ્વોપજ્ઞ ભાષ્ય, સિદ્ધસેનીયા સિદ્ધર્ષિવૃત્તિ, ઉપાધ્યાયજી મહારાજે માત્ર પહેલા અધ્યાય ઉપર હજારો શ્લોક પ્રમાણ વૃત્તિ રચી, વર્તમાનકાળમાં વિદ્વાન પૂજય ગુરુભગવંતોએ, પ્રાજ્ઞ વિદ્વાનોએ પણ પોતાની કલમ ચલાવી છે.
જૈન દર્શનાનુરાગી, સુશ્રાવક ચંદ્રકાંતભાઈ અમારા પૂજય ગુરુદેવશ્રી (પૂજયપાદ શાસનસમ્રાશ્રીના સમુદાયના પ.પૂ.આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.ના ગુરુબંધુ સૂરિમંત્ર સિદ્ધસમારાધક પ.પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ. (દાદા) ને વિ.સં. ૨૦૬૨ ના