________________
જેવા તેમના શિષ્યોનું દૃષ્ટાંત પણ આપ્યું છે.
૨૮. મોક્ષમાર્ગ ગતિઃ ૩૬ ગાથામાં મોક્ષના માર્ગે “સ્વરૂપ રત્નત્રયીનું વર્ણન છે. સાધક સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષ પામે, સિદ્ધ બુદ્ધ અને મુક્ત બને.
૨૯. સમ્યક્ પરાક્રમ : આખું અધ્યયન મદ્યમાં, પ્રશ્નોત્તર શૈલીમાં રચાયું છે. ૭૩ પ્રશ્નો અને ૭૩ ઉત્તરોમાં આધ્યાત્મિક વિકાસના સોપાનો દર્શાવ્યાં છે. મોક્ષનો પુરુષાર્થ કરવો તે સાચું પરાક્રમ છે, ભવ્ય જીવ જ એ કરી શકે, અભવી નહીં.
૩૦. તો માર્ગ : અનંતકાળથી પરિભ્રમણ કરતા જીવાત્માને
આઠ કર્મો વળગેલા છે. આ કર્મો તપ કર્યા સિવાય નાશ પામતા નથી. ૩૭ ગાથામાં તપનું સ્વરૂપ તથા પ્રકારો વર્ણવ્યા છે. તપથી કર્મ ખપે છે અને આત્મા વિશુદ્ધ બની કર્મમુક્ત પરમાત્મા બને છે.
૩૧. ચરણ વિધિ: આ અધ્યયનની પ્રથમ ગાથામાં ચારિત્રની વિધિના વર્ઝનની પ્રતિજ્ઞા દર્શાવી છે. ૨૧ ગાથામાં, ૧ થી આરંભીને ૩૩ સંખ્યા સુધી દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનાનું વર્ણન છે. અસંયમમાં નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ કરવાનું ફરમાવ્યું છે.
૩૨. પ્રમાદસ્યાની: મોક્ષસાધનામાં બાધારૂપ એવાં પ્રમાદસ્થાનોનું આ અધ્યનનની ૧૧૧ ગાથામાં વર્ણન મળે છે. ૨૧મી ગાથામાં દર્શાવેલ વિષયનો જ આગળની ગાથાઓમાં વિસ્તાર થો
છે. રાગ-દ્વેષોહને દૂર કરવાનું ખાસ કહ્યું છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોનું વર્ણન કરી, તેને જીતી જિતેન્દ્રિય બની, ભવરોગ દૂર કરવાનો છે. ધર્મારાધના જ ઉત્તમ પ્રવૃત્તિ છે.
૩૩. કર્મ પ્રકૃતિ-કમ્મપયઠી:- કર્મોની જુદી જુદી અવસ્થાનું, ૮ કર્મ અને તેની ૧૪૮ ઉત્તર પ્રકૃતિઓની વિગત ૨૫ ગાથામાં સોટ રીતે દર્શાવી છે.
૩૪. લૈશ્યાઃ કષાય અનુરંજિત મન પરિણામોને ‘તૈશ્યા’ કહે છે. કર્મોની સ્થિતિમાં વિશેષરૂપે સહાયક લેશ્યાઓનું ૬૧ ગાથામાં વર્ણન મળે છે. કૃષ્ણ, નીલ, કાર્યોત એ ત્રણ શ્યા અપ્રશસ્ત છે અને તેજો, પદ્મ અને શુક્લ- એ ત્રણ પ્રશસ્ત છે. તેનું ૧૧ દ્વારથી વર્ણન કર્યું છે.
૩૫. અણગાર (સાધુ): સાધુના ગુણનું ૨૧ ગાથામાં વર્ણન છે. પંચ મહાવ્રત પાળે, સુઝતો નિર્દોષ આહાર લે, બાવન અનાચારમાંથી એક પણ ન સેવે, કાયા પ્રત્યેની માયા છોડી આત્મધ્યાનમાં લીન રહે.
૩૬. જીવાજીવ વિભક્તિઃ આ સૌથી મોટું, ૨૬૯ ગાથાનું અધ્યયન છે. સાચું સાધુપણું તો જીવા-જીવના ભેદ-વિજ્ઞાનને જાણવાથી આવે છે. જીવાદિ તત્ત્વોની પરમશ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન છે. વ-અવના ભેદ અને પ્રર્મોનું સચોટ વર્ઝન છે. અંતમાં જીવનને સમાધિમય બનાવી સંલેખના (સમાધિમરણ)નું વર્ણન છે
નંદીસૂત્ર
આ સૂત્રના રચયિતા, પૂર્વધર શ્રી દેવર્ષિગણિ ક્ષમાશ્રમ છે. આગમો લિપિબદ્ધ થતા હતા તે સમયે આ સૂત્રની રચના થઈ છે. નદીસૂત્રની રચના ગદ્ય અને પદ્ય બંન્નેમાં છે. સૂત્ર સળંગ રીતે રચાયું છે. અર્થાત્ અધ્યયન કે શ્રુતસ્કંધ નથી ૭૦૦ શ્લોક પ્રમાણ આ સૂત્ર છે. આ સૂત્રની મહત્ત્વની વિશેષતા એ છે કે પ્રસ્તુત સૂત્રમાં પ્રતિપાદિત વિષય અન્ય સૂત્રોમાં પદ્મ ઉપલબ્ધ છે. દો.ત. અવધિજ્ઞાનની ચર્ચા-‘પ્રજ્ઞાપના સૂત્ર’ના ૩૩મા પદમાં મળે છે. મતિજ્ઞાનનો પરિચય 'ભગવતી સૂત્ર'માં પણ છે. *સૂત્રનું મહત્ત્વ
જે સાધક જિનવચનમાં અનુરક્ત ને, ક્રિયાનું પાલન કરે છે, તે કષાયોથી મુક્ત થઈને પરિત્ત-સંસારી થાય છે અને સમાધિભાવે દે હનો ત્યાગ કરે છે.
૮૨
* પ્રાસ્તાવિક :
આ ત્રીજા મૂળ સૂત્રમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી નિરૂપણ થયું છે. જ્ઞાનના ભેદ-પ્રભેદની ચર્ચા ખૂબ રસપ્રદ અને મંગલકારીકલ્યાણકારી આનંદકારી છે. નદી એટલે આનંદ-અધ્યાત્મ જ્ઞાનનો આનંદ પૂરી પાડનાર સૂત્ર છે. જેનાથી વસ્તુ તત્ત્વનો બોધ થાય તે જ્ઞાન છે. આત્માના અનંત ગુોમાં જ્ઞાનનું ા મુ ખ્ય છે. જ્ઞાનગુણનો માધ્યમથી જ અનંત ગુણોનો બોધ થાય છે. જ્ઞાનગુણ અખંડ છે. જ્ઞાનની સહાયથી 'સંસાર વાર્મો, સિદશા પામા' એવું કથન ખૂબ ઉપકારક છે-આવકાર્ય છે. મૂળસૂત્ર ઉપરાંત, આ સૂત્રને ચૂલિકાસૂત્ર પણ કહે છે. ચૂલિકા એટલે શિખર-પરિશિષ્ટ, જૈન આગમમાં અભ્યાસ માટે આછે સૂત્ર ભૂમિકાનું પણ કામ કરે છે. * સૂત્ર પરિચય :
આ સૂત્રના કેન્દ્રસ્થાને છે. જૈનદર્શન જ્ઞાનને પ્રમાણ માને છે–‘જ્ઞાનં પ્રમાણમ્'. તેનું વિષય વિભાજન તથા પ્રતિપાદન બે રીતે કરેલ છે. (૧) આગમિક પદ્ધતિ (૨) તર્કપદ્ધતિ. જ્ઞાનની આરાધના માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી છે. શ્રુતજ્ઞાનના ભેદ-પ્રભેદ દર્શાવ્યા પછી આ સૂત્રને અંતે હાહાંગીનો તથા ૧૪ પૂર્વનો સંક્ષેપમાં પરિચય મળે
છે.
ગશિપિટકની શાશ્વતના દર્શાવતા લખે છે-ઢાં ગરુ પગશિપિટક ક્યારેય ન હતું એમ નહીં, વર્તમાનમાં નથી એમ નહીં અને ભવિષ્યમાં નહીં હોય એવું નહીં. ભૂતકાળમાં હતું, વર્તમાનમાં અને ભવિષ્યમાં રહેશે, એ ધ્રુવ છે. નિયત છે. શાશ્વત છે. અક્ષય છે, અવસ્થિત છે અને નિત્ય છે. કલ્યાણના ઈચ્છુક દરેક સાધકે આ સૂત્રનું અધ્યયન કરવું જોઈએ. *નંદીસૂત્રના સંક્ષિપ્ત સાર
આ સૂત્રમાં, સર્વ પ્રથમ ૧૪ ગાથામાં મંગલાચરણ કરેલ છે. આગમનબીસીમાં, એક માત્ર આ સૂત્રના આરંભે આટલું વિશેષ પ્રકારનું મંગલાચરણ છે. શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ, સૂત્રકારે વર્ણવી છે.
जयइ जगजीवजोणी वियाणओ, जगगुरु, जगाणंदो। जगणा जगबंधु, जय जगप्रियामहो भयवं ।।
ભાવાર્થ: છ દ્રવ્યરૂપ સંસારના તથા જીવોની ઉત્પત્તિ સ્થાનના જ્ઞાતા, જગદ્ગુરુ, ભવ્ય જીવોને આનંદ આપનારા, સ્થાવ૨
જ્ઞાનના પાંચ પ્રકારનું ખૂબ જ વિશદતાથી અને સરળતાથી વર્ણન અને જંગમ પ્રાણીઓના નાય, વિશ્વબંધુ, ધર્મના ઉત્પાદક હોવાથી
પ્રબુદ્ધ સંપા