________________
કોઈ વ્યશન કરતું હોય તો એ વ્યસનને પોતાની વિશેષતા તરીકે ખપાવે છે. પોતાના પુત્ર પરીક્ષામાં ઓછા ગુણ લાગે તો પેપર અઘરું હોવાનું કહેવાય છે અને બીજાનો પુત્ર જો ઓછા ગુફા લાવે, તો એ અભ્યાસમાં નબળું, અક્કલમાં સામાન્ય અને આવડતમાં મીંડું છે એમ કહેવાય છે.
આ રાગ અને દ્વેષ જ આપણા જીવનમાં ‘ટેન્શન' ઊભા કરે છે
અને એવે સમયે એક જ ઘટનાને ચોપાસથી જોવી જોઈએ. એક જ બનાવને સામે પક્ષે જઈને પણ વિચારવો જોઈએ. આને માટે પ્રતિપક્ષનો વિચાર કરવો જોઈએ. જો સહપ્રતિપક્ષનો વિચાર કરવામાં આવે, તો તેની સમગ્રતાનો ખ્યાલ આવે. જેમ કે કોઈ ઈશ્વરને સાકાર કહે, તો કોઈ ઈશ્વરને નિરાકાર કહે છે. કોઈ મનુસ્મૃતિનો સ્વીકાર કરે છે, તો કોઈ મનુસ્મૃતિનો ઈન્કાર કરે છે. આ રીતે બંને પક્ષ એક સાથે અસ્તિત્વમનાં હોય છે.
વર્તમાન યુગમાં વિરોધી ભાવનાઓનો મેળો જોવા મળે છે. એક વ્યક્તિ એક નેતાને ટેકો આપે, તો બીજી વ્યક્તિ એના વિરોધી નેતાને ટેકો આપે છે. એક સાશક પક્ષને ટેકો આપે, તો બીજો વિરોધ પક્ષને ટેકો આપે છે. એકને આ વિશ્વ દીર્ઘકાળ સુધી જીવવા જેવું લાગે છે અને બીજો સતત એમ કહેતો કરે કે હું તો આવી કઠોર દુનિયાથી છૂટકારો મેળવવા માટે વહેલું મૃત્યુ ઈચ્છું છું.
રળિયામણી પ્રકૃતિ હોય, તો વૃક્ષપ્રેમી એમાં વૃક્ષ વાવનાનો વિચાર કરે, પર્યાવરણપ્રેમી હરિયાળી જાળવવાનો વિચાર કરે નગરપાલિકા એમાં બગીચો બનાવવાનો વિચાર કરે અને કોઈ બિલ્ડર એ જમીન હડપ કરીને એના પર ગગનચૂંબી લટો બાંધવાનો વિચાર કરે. એક જ બાતતમાં તદ્દન વિરોધી ધારણાઓ જોવા મળે છે અને એ વિરોધી ધારણાને કારણે મનમાં ‘ટેન્શન' ઊભું થાય છે.
વ્યક્તિ એક ધારણાનો સ્વીકાર કરી બીજી ધારણાનો સમૂળગો ઈન્કાર કરે છે. એક વાતનો સ્વીકાર કરી, વિરોધી વાતનો અસ્વીકાર કરે છે. એક પક્ષનો સ્વીકાર કરી બીજા પક્ષને હડધૂત કરે છે. આવો વિવાદ એ અશાંતિ સર્જતો હોય છે. એક પક્ષના નેતા પ્રતિપક્ષનો અસ્વીકાર જ નહી, બલ્કે એનો પ્રખર વિરોધ કરે છે અને આવો વિરોધ સમય જતાં વિવાદ ખડો કરે છે અને એમાંથી ‘ટેન્શન’ ઊભું થાય છે. નાનકડો વિવાદ સમય જતાં વિકરાળ રૂપ લે છે અને પછી તો બંને પક્ષ પોતાના વિરોધી પર કૌરવ-પાંડવની માફક સામસામે તૂટી પડે અને કલહ, કંકાસ કે યુદ્ધનું મહાભારત રચાય છે.
આવે સમયે કોઈ આ વિરોધી વિચારધારાઓની વચ્ચે સમન્વય સ્થાપના પ્રયાસ કરે તો કેવું ? બે દેશો વચ્ચે સરહદો સતત સળગતી હોય, ત્યારે એમની વચ્ચે સમન્વયની ભૂમિકા રચવાની જરૂર પડે છે. આપણા રોજિંદા જીવનથી માંડીને આપણા તાત્ત્વિકદર્શન અને જીવનઆચાર સુધી આવા સમન્વયની આવશ્યકતા છે. માણસ અંતિમ છેડે રહેવાનું પસંદ કરતો હોય છે અને એને કારણે એ એકબીજા સાથે લડ્યા જ કરે છે. પરિણામે એમની વચ્ચે ક્યારેય સંવાદિત સધાતી નથી, જ્યારે અનેકાંત એ સમન્વયની ખોજ છે. જગતના મહાન પ્રશ્નોનો ઉકેલ એકાંતઆગ્રહથી નહીં, પરંતુ આ પ્રકારના અનેકાંતવાદી સમન્વય- ચિંતન દ્વારા આવી શકે છે.
સમન્વયનો શોધક એ પોતાના પક્ષ અને પ્રતિપક્ષ બંનેનો વિચાર કરે છે અને આપણે એ સમજવું જોઈએ કે જો વિરોધ કે વિવાદ ન હોય, તો ન ચાલે, વિકાસને માટે એ જરૂરી છે. જેમ
૨૧૯
લોકશાહીમાં વિવાદનો સૂર હોવો જરૂરી છે. જો એવો સૂર ન હોય અથવા એને ગૂંગળાવી દેવામાં આવે, તો ખુદ લોકશાહી ગૂંગળાઈ મરે છે. આથી વિરોધ ન હોય તો વિકાસ નથી, કારણ કે ઊંચું હોય તો જ નીચું પણ હોય, મૃત્યુ હોય તો જ જીવન હોય અને એ રીતે જ વ્યક્તિએ પ્રતિપક્ષનો પૂરો વિચાર કરીને સમન્વય સાધવાનો વિચાર કરવો જોઈએ. જગતના વિરલ પુરુષોએ પછી તે ભગવાન બુદ્ધ કે
મહાવીર હોય અથવા તો મહાત્મા ગાંધી કે નેલ્સન મંડેલા હોય એમણે એમના પ્રતિસ્પર્ધીઓની સાથે કેવો મેળાપ રચ્યો છે! સમાજમાં જેઓ પરિવર્તનનો શંખનાદ ફૂંકે છે, તેઓ વિરોધીપક્ષને પોતાની નજીક લાવે છે, એનો નાશ કરતા નથી.
અનેકાંતવાદ એક ત્રીજી વાત એ પણ કહે છે કે વસ્તુ એક હોય છે, પણ એના અનેક ધર્મો હોય છે. એટલે કે એક વસ્તુતત્ત્વમાં અનંતગુણો હોય છે અને તે સમયે પ્રગટ થતાં હોય છે. જેમ કે એક બાળકમાં જેટલી બુદ્ધિ હોય છે, એ જ એના જીવનભરનો માપદંડ બની રહેતી નથી. એની ઉંમર જેમ વધતી જાય, એમ એની બુદ્ધિ અને સમજ વિકસતી જાય છે. કાચું કેવું ઘણું કડક હોય છે અને પાકું કેળું પોચું હોય છે. આ રીતે એક જ વસ્તુ સમયે સમયે જુદા જુદા ગુણધર્મ પ્રગટ કરતી હોય છે.
એક વ્યક્તિમાં એક આવડત ન હોય, પણ સમય જતાં એ શીખીને એ આવડત મેળવી શકતા હોય છે. માનવીનો જ વિચાર કરો ને? એનામાં કેટલી બધી અનંત શકયતાઓ અને સંભાવનાઓ પડેલી છે. ક્યારેક તો એવું પણ બને કે તદ્દન વિરોધી લાગતા ગુણધર્મો એક જ વસ્તુમાં હોય. જેમ કે કાચી કેરી ખાટી હોય છે, અને પાકી કરી અત્યંત મધુર અને મિષ્ટ હોય છે.
ન
આ રીતે બે તદ્દન વિરોધી બાબતો પણ વ્યક્તિમાં હોય છે. અને એથી જ એક વ્યક્તિનો વિચાર કરીએ, ત્યારે એને વિશે માત્ર સારો કે ખોટો ખ્યાલ રાખ્યો ન ચાલે. એ સારા હોય છતાં એ સંપૂર્ણ સારો ન હોય, એનામાં ઉમદા ગુણો હોય છતાં થોડીક માનવીય મર્યાદાઓ પણ હોય. અથવા સામે પક્ષે એમ પણ કહી શકાય કે જે વ્યક્તિના હૃદયમાં શેતાન વસતો હોય, ત્યાં ક્યાંક માનવતાનો એશ પણ વસેલો હોય છે.
આમ તન વિરોધી બાબતો એક સાથે વસતી તીય એવી વિચાર કરીએ તો આપણે મનુષ્યને સાચી રીતે ઓળખી શકીએ છીએ. આવી રીતે જીવનના દરેક ક્ષેત્રમાં અનેકાંતવાદનો દૃષ્ટિકોણ અપનાવવામાં આવે તો એક નવી સૃષ્ટિ. નવો અભિગમ અને નવી સંવાદ રચી શકાય, કારણ કે અનેકાંતના આકાશમાં તમે સમન્વયનું મેઘધનુષ સર્જી શકો છો. પરંતુ આજના ટેન્શનભર્યા યુગમાં અનેકાન્તને સમજવો કઈ રીતે અને એની સમન્વય સાધના કરવી કઈ રીતે ?
આજે આપણે જાણીએ છીએ કે મોટા ભાગના માણસો ટેન્શનથી ગ્રસ્ત હોય છે. કોઈને આર્થિક તંગીને કારણે આજીવિકાનું ટેન્શન હોય છે. તો કોઈને નજીક જઈને પૂછો તો કહશે કે પુત્રીના વિવાહ અંગે કે પુત્રના વર્તન અંગે મન ટેન્શનમાં રહે છે. સામાન્ય માનવીને પોતાની રોજિંદી જિંદગી સારી રીતે ગાળવા માટેનું ટેન્શન હોય છે અને સત્તાધારી નેતાને પોતાની સત્તા જાળવવા કે વિસ્તારવા ટેન્શન હોય છે. ટેન્શન વિનાનો માણસ તમને જોવા મળે તો એને તમારું મોટું સદ્ભાગ્ય માનજો. આ ટેન્શનના અનેક પ્રકારો હોય છે, ત્યારે એમાંથી આપણી જીવનને માગદર્શક કોણ બની શકે ?
અનેકાન્તવાદ: સમસ્યામય જીવનમાં સમન્વયનું મેઘધનુષ