________________
હોવાની તેમને જરૂર લાગતી નથી. કર્મનું ફળ સુખ હોય અથવા દુ:ખ હોય. વે વિહિત (મીમાંસકોની દુષ્ટિ પ્રમાણે ) કર્મ સુખ આપે અને વેનિષિદ્ધ કર્મ તે પાપ છે અને દુઃખ આપે. સુખ ભોગવવાના સ્થળનું નામ સ્વર્ગ અને દુઃખ વિશેષ ભોગવવાનું સ્થળ તે નર્ક. આના પા સાત પ્રકાર પાડવામાં આવ્યા છે, જેમાં સામાન્ય, મધ્યમ, ના, અતિની સુખદુ:ખ ભોગવી શકાય છે. આમ મીમાંસકોના મતે આ લોક સિવાય પણ સ્વર્ગ, નર્ક જેવા પરાક છે; પણ મોક્ષ જેવી કોઈ વસ્તુ જ નથી. તેઓ માને છે કે કોઈ પણ આત્માની કદી પણ મોક્ષ થતો નથી. કારણકે જે આત્માઓ સ્વર્ગાદિમાં જાય છે તે તેમના કર્મના કારણે જ જાય છે. કર્મનું ફળ અનંત હોઈ શકે જ નહિ-લાંબા સમય પછી પણ ફળ પૂરું તો થાય જ. ફળ ભોગ પૂર્ણ થયા પછી જીવાત્મા પાછો અન્ય ભોજ્ય કર્મો પ્રમાણે જન્મ ધારણ કરતો રહે. આમ મીમાંસકોના મતે કોઈપણ જીવાત્માનો કાયમના માટે મોક્ષ થતો નથી. સ્વર્ગાદિમાં અમુક સમય પુરતું જ જવાય છે. મીમાંસકોએ તો માત્ર કર્મવાદના કારણે જ મોક્ષને
માન્યો નથી.
કર્મ અને જ્ઞાનના વિષયમાં કર્મ મીમાંસા અને વેદાન્તે વિભિન્ન દૃષ્ટિકોણ અપનાવ્યો છે. વેદાન્ત અનુસાર કર્મ ત્યાગ પછી જ આત્મા જ્ઞાનની પ્રાપ્તિનો અધિકારી થાય છે. કર્મથી કેવળ ચિત્ત-શુદ્ધિ થાય છે. મોક્ષની પ્રાપ્તિ તો જ્ઞાન દ્વારા જ થાય છે, પરંતુ કર્મ મીમાંસા અનુસાર 'જીવનંદ વાગવિદ્યા સમ' મંત્રોનું કુળ મુમુક્ષુ જનોએ પણ કરવું જોઈએ. પરંતુ કર્મ અને તેના ફળની ચર્ચા અત્યંત ગૌણ હતી, એટલે જ કર્મ સિદ્ધાંતની ચર્ચા ઉપનિષદ સુધી તો શુધ્ધ વિદ્યા બની રહી. જેની ચર્ચા સહુ સમક્ષ નહીં પણ એકાંતમાં કરવી પડતી. પણ વેદવિહિત કર્મોના અનુષ્ઠાનથી કર્મ બંધન સ્વતઃ સમાપ્ત થઈ જાય છે. તેથી કર્મોનું અનુષ્ઠાન અભિષ્ટ છે. કર્મનો પરિત્યાગ નહીં. મીમાંસાનો આ નિશ્ચિત મત છે. આમ વેદિક દર્શનનો મુખ્ય પ્રાણ મીમાંસા દર્શન છે.
મીમાંસકો સંન્યાસને પણ આવશ્યક માનતા નથી. સંન્યાસ જ્ઞાન
માટે છે અને જ્ઞાન મોક્ષ માટે છે. આ બંને વાર્તા તેમને નિરર્થક લાગે છે. તેઓ કહે છે કે શાસ્ત્રમાં એટલે વેદોમાં જે વિધિ-નિષેધાત્મક વાક્યો છે તેટલા જ પ્રમાણભૂત વાક્યો છે. બાકીના (વિધિ-નિષેધ વિનાનાં) જે છે તે માત્ર અર્થવાદ છે, તેની વિશેષ મહત્તા નથી. ખૂબીની વાત તો એ છે કે વેદાન્તીઓ જેને મહાવાક્ય તરીકે માને છે તેવા વાક્યો મીમાંસકોના મતે માત્ર અર્થવાદ છે અને મીમાંસકો જેને પ્રમાણભૂત વાક્યો માને છે તેને વેદાન્તીઓ અજ્ઞાનીઓ માટેના અંતઃકરણની શુદ્ધિ માટેનાં વાક્યો માને છે.
આમ પૂરું જીવન અગ્નિહોત્રાદિમાં વ્યતીત કરવાનું હોવાથી અને સંન્યાસમાં અગ્નિહોત્રાદિ કર્મ થતાં ના હોવાથી મીમાંસકો સંન્યાસનો સ્વીકાર કરતાં નથી. ગૃહસ્થાશ્રમી રહીને સ્વર્ગ પ્રાપ્તિ માટે યજન કરતા જ રહેવું જોઈએ. સ્વર્ગ જ પરમ પુરુષાર્થ છે એમ તેઓ માને છે.
મીમાંસાનો વિષય ધર્મનું વિવેચન છે. ‘ઘામ વષિય મીમાસાયા: પ્રયોગનમ' (શ્લોકવાર્તિક શ્લોક ૧૧). વેદના વિરોધીઓના પ્રબળ પ્રહારોથી બચાવવું, એ જ મીમાંસકોનું મુખ્ય કાર્ય રહ્યું છે. પોતાના સિદ્ધાંતોની રક્ષા કરવા માટે તથા તેની પ્રમાણિકતા બતાવવા માટે મીમાંસકોએ પોતાના માટે એક નવીન પ્રમાણશાસ્ત્ર બનાવી રાખ્યું છે જે ન્યાયના પ્રમાણશાસ્ત્રીય અનેક બાબતોમાં વિલક્ષણ તેમજ સ્વતંત્ર છે. એના પ્રતિષ્ઠાયક તથા વ્યાખ્યાતા આચાર્યોની
૧૯૩
એક દીર્ઘ પરમ્પરા છે. મીમાંસાનું પ્રાચીન નામ ‘ન્યાય' છે. મીમાંસક લોકો જ પ્રથમ નૈયાયિક છે.- તર્ક દ્વારા વિષયનો નિર્ણય કરવાવાળું દાર્શનિક.
મીમાંસા દર્શનની ત્રણ ધારાઓ માનવામાં આવે છે. ત્રણે પ્રવર્તકોના નામ છેઃ કુમારિકલ ભટ્ટ, પ્રભાકર મિશ્ર અને મુરારિ. કુમારિશ ભટ્ટ
કુમાર્જિલ ભટ્ટનું નામ મીમાંસાના ઇતિહાસમાં મૌલિક સૂઝ, વિશદ વ્યાખ્યા તથા અલૌકિક પ્રતિભાના કારણે હંમેશ માટે મરણીય રહેશે. આદ્ય શંકરાચાર્ય પહેલા કુમારિલ ભટ્ટે જૈન અને બૌદ્ધો સામે વિરોધનો ઝંડો ફરકાવેલો અને બૌદ્ધોને સખ્ત પરાજય આપી વેદિક ધર્મની મર્યાદાનું સંરક્ષણ કર્યું. કુમારિલ ભટ્ટની જે વ્યવહારિત માન્યતાઓ છે તેને વેદાન્તીઓ પણ લગભગ સ્વીકારે છે. ‘વારે માનવઃ' તેમના શાબર ભાષ્ય પર વૃત્તિરૂપ ત્રણ ગ્રંથો પ્રખ્યાત છે (૧) કારિકાબદ્ધ વિપુ લકાય ૠાંકવાર્તિક'; (૨) ગદ્યાત્મક 'તંત્રવાર્તિક'; (૩) ટુષ્ટીકા. પાંડિત્યની દૃષ્ટિથી પ્રથમ બંને વાર્તિક અસાધારણ વિદ્વત્તાના પરિચાયક છે જેમાં બૌદ્ધોના સિદ્ધાંતોનું માર્મિક ખંડન અને વૈદ ધર્મના તથ્યોનું માર્મિક મંડન છે. સમથ સાતમી સદીનો અંત (૬૫૦-૭૨૫ ઈ.).
કુમારિત ભટ્ટ મેથિલી બ્રાહ્મા હતા. મીમાંસા વિજ્ઞાન અસામમાંથી બન્યા અને કુમારિવ ભટ્ટા તરીકે ઓળખાયા. એક માન્યતા પ્રમાણે ભટ્ટ નાલંદામાં બુદ્ધવાદ ભણવા એટલા માટે ગયા હતા કે બુદ્ધના સિદ્ધાંતોનો વૈદના ધાર્મિક કર્મકાંડના સિદ્ધાંતો દ્વારા વિરોધ કરી શકે. અને કહેવાય છે કે તેમણે ત્યાં જઈ ત્યાંના શિક્ષક ધરમકીર્તિ સામે વિરોધ કર્યો અને વેદિક કર્મકાંડનું મહત્ત્વ બતાવ્યું. કહેવાય છે કે તેમને મહાવિદ્યાલયના ટાવર પરથી ફેંકી દેવામાં આવ્યા. પણ તેમને આંખમાં ઈજા થઈ અને બચી ગયા.
બીજી માન્યતા પ્રમાણે તેમને કહેવામાં આવ્યું કે તમને જો વેદમાં શ્રદ્ધા છે તો એ બતાવવા વેદનું શરણું લઈ નામ બોલતાં બોલતાં ડુંગર પરથી કુદકો મારો. તમને કંઈ પણ ઈજા નહીં થાય. તેમણે કુદકો મારી બતાવ્યો. જરાપણ ખરચ ન આવી પણ તેમની એક આંખમાં ઈજા થઈ.
આ પછી તેમણે નાલંદા છોડ્યું અને પ્રયાગ (આજના અલ્હાબાદ) માં ઠરીઠામ થયા. ભટ્ટ ઘણાં રાજ્યોમાં ફર્યા અને બુદ્ધના પંડિતો સાથે ધર્મની બાબતમાં ખૂબ ચર્ચાઓ કરી. જે કોઈ ચર્ચામાં જીતી જાય, તો તે રાજ્યના રાજાએ તથા પ્રજાએ એ ધર્મનો સ્વીકાર કરવો પડે.
કહેવાય છે કે ભટ્ટનું મૃત્યુ વારાણસીમાં તેમના ૮૦મા વર્ષે
થયું.
પ્રભાકર મિશ્રઃ ગુરુમતના સંસ્થાપક પ્રભાકર મિશ્રનો કાળ તથા વ્યક્તિત્વના વિષયમાં આલોચકોમાં એક મત નથી. કેટલાંક તેને કુમારિલના શિષ્ય માને છે, પણ અન્ય આલોચક એને નવીન સંપ્રદાયના સંસ્થાપકના રૂપમાં કુમારિલથી પ્રાચીન માને છે. ભાટ્ટમત તથા ગુરુમતમાં સિદ્ધાંત અનેક મૌલિક મળી આવે છે. એમણે શાબર ભાષ્ય પર બે ટીકાઓ લખી છે - (૧) બૃહતી (બીજું નામ 'નિબંધન') તથા વઘ્ની (બીજું નામ 'વિવરણ'). આ બન્નેમાં ‘બૃહતી” પ્રકાશિત છે, 'લક્ષ્મી' આજ સુધી પ્રકાશિત નથી થયું, એમની વ્યાખ્યા સરળ, સુબોધ તથા ભાષ્યાનુંસારિણી છે. કુમારિલની જેમ ભાષ્યની વિષય આલોચના અહીંયાં નથી.
હિંદુ પૂર્વ-મીમાંસામાં કુમારિકા ભટ્ટ અને પ્રભાકરનો કર્મવાદ