________________
પ્રકારના યજ્ઞો. આવું અવર જાતનું કર્મ કરનારાએ એ સમજવું જોઈએ કે આ બધા તરાપાઓ પણ અસ્થિર છે. કેવળ મૂઢ લોકો જ એમાં કલ્યાણ સમજે. આવું અવ૨કર્મ કરનાર ફરીવાર ઘડપણ અને મરણને આધીન થાય છે. અવિઘાની વચમાં રહેનારા અને પોતાને બુદ્ધિમાન અને પંડિત માનનારા મૂો આંધળા વડે દોરાયેલા આંધળાની જેમ અહીંથી તહીં ભટકતા ફરે છે. અનેક પ્રકારની અવિદ્યામાં રહેલા અને બાળકબુદ્ધિવાળા મૂઢો ‘અમે કૃતાર્થ છીએ’ એમ ફાંકો રાખે છે. પરંતુ આવા કર્મના અનુયાયીઓ આસક્તિને લીધે જ્ઞાન મેળવી શકતા નથી, અને તેથી જ કર્મ વડે મેળવેલા સ્વર્ગ વગેરે લોકમાં તેમનો નિવાસ પૂરો થતાં તેઓ આકુળવ્યાકુળ બનીને નીચે પડે છે.
જ
અહીં ખાસ જોવાનું એ છે કે બ્રહ્મ ઉર્ફે આત્મા જ એક સત્ તત્ત્વ છે એવું માનનારા ઉપનિષદના ઋષિઓનો દૃષ્ટિકોણ વ્યવહારુ છે. તેઓ વ્યવહારુ ભૂમિકાએ જગતને, જીવનવ્યવહારોને અને એ નિમિત્તે કરવા પડતાં કર્મોને સાવ અસત્ કહેવા કે માનવાનું પસંદ કરતા નથી. તેઓ તો એમ માને છે કે જ્યાં સુધી જગત છે, સંસાર છે, જીવનવ્યવહારો છે ત્યાં સુધી કર્મો છે જ. એ કર્મો ખરેખર તો જ્ઞાનની ઉચ્ચોચ ભૂમિકાએ પહોંચાડનારા સોપાનો છે. તેથી જ કર્મો કરતાં કરતાં જ સો વર્ષ જીવવાની
આશા રાખવી એવી ભલામણ તેમણે કરી છે.
તેમનું તો સ્પષ્ટ મંતવ્ય છે કે જેઓ માત્ર અવિદ્યારૂપ કર્મની ઉપાસના કરે છે, મતલબ કે જેઓ અણસમજુ અને અવિવેકી થઈને કર્મમાં જ રચ્યાપચ્યા રહે છે તેઓ ગાઢ અંધકારમાં જાય છે અને જેમને માત્ર વિદ્યામાં જ રસ પડે છે તેઓ તો વળી વધારે ગાઢ અંધકારમાં ઊતરે છે, પરંતુ જેઓ અવિદ્યારૂપ કર્મ અને વિદ્યારૂપ જ્ઞાન એ બંનેને એકી સાથે જાણેસમજે છે, તે અવિદ્યા વડે મરણને તરી જઈને વિદ્યા વડે અમ૨૫ણું મેળવે છે.
આના અનુસંધાનમાં ઋષિઓએ જીવાત્માની મૃત્યુ પછી બે માર્ગોએ ગતિ કલ્પી છેઃ (૧) પિતૃયાન અને (૨) દેવયાન. કર્મો અને યજ્ઞોનું સામર્થ્ય જીવને પિતૃયાનને માર્ગે પિતૃલોકમાં લઈ જવા જેટલું જ છે, દેવલોકમાં જીવાત્માને લઈ જવા ને સમર્થ નથી. તેથી પત્ર વગેરે ક્રિયાકાંડો અને વિધિવિધાનો કરવાવાળા મનુષ્યો પિયાનને માર્ગે ચંદ્રલોકમાં પહોંચી, પોતાનાં સત્કૃત્યોના સુખપ્રદ ફળ ભોગવી, ફરી પાછા કર્યશેષ મુજબ ઊંચી યા નીચી મનુષ્યર્યાનિમાં અવતરે છે; પા જેમશે જ્ઞાન માર્ગનો
આશ્રય લઈ, શ્રદ્ધાપૂર્વક તપસ્યા અને વિધિવત્ ઉપાસના કરી હોય એવા જીવાત્મા દેવયાનના જ્યોતિર્મય માર્ગે થઈ બ્રહ્મલોકમાં જાય છે અને ક્રમમુક્તિ પામે છે.
આખી ચર્ચાના સારરૂપ છાોગ્ય ઉપનિષદના ઋષિ કહે છેઃ આ જગતમાં જેનો આચરણ પવિત્ર અને સારા હોય છે. તેઓ હરીથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરેને ઘરે પવિત્ર અને સારે ઠેકાણે જન્મે છે. જેના આચરણ ફૂડાં અને નઠારાં હોય છે, તેઓ ભૂંડ, કૂતરા કે ચાંડાળનો અવતાર પામે છે. જે મનુષ્ય પશુ જેવું ઈન્દ્રિયપરાયણ જીવન જિવતાં જિવતાં અશુભ અને અમંગળ કર્યો કરે છે તેઓ ઉ૫૨ નિર્દેશ કર્યો એવા પિતૃયાન કે દેવયાન માર્ગોમાંથી કોઈપણ માર્ગે જતા નથી, તેઓ ચાંચડ, માંકડ, મચ્છર વગેરે જીવજંતુઓનો અવતાર પામે છે અને તેઓ જન્મ-મરણ પામ્યા જ કરે છે. જીવાત્માની આ, પેલી બે ઉપરાંત, ત્રીજી ગતિ છે. આ ત્રીજી ગતિના જીવાત્માઓને કારણે જ પરલોક ભરાઈ જતો
નથી.
પ્રાચીન ભારતમાં એક વ્યક્તિને ચાર પત્ની હતી. એક વખત તે ગંભીર રીતે બિમાર પડીને મરણપથારીમાં પડ્યો. તે પ્રથમ પત્નીને પોતાની સાથે બીજી દુનિયામાં આવવા કહ્યું. પ્રથમ પત્નીએ કહ્યું કે, તમે મને હંમેશાં પ્રેમ આપ્યો છે, પરંતુ હવે વિખુટા પડવાનો સમય આવી ગયો છે. બીજી પત્નીએ કહ્યું કે, જ્યારે પહેલી નથી આવતી તો હું શા માટે આવું. ત્રીજી પત્નીએ આંખમાં આંસુ સાથે કહ્યું કે, મારા પ્રિય પતિ, મારી તમારા પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ છે. હું તમારી સાથે સ્મશાન સુધી ચાલી શકું છું. જે મારી અંતિમ ફરજ છે. ચોથીની સાથે
પેજ-૧૦૬૮૯
ભૌતિક જગતમાં જેવો કારણ-કાર્યનો સિદ્ધાન્ત કામ કરે છે તેવો ને તિક જીવનમાં કર્મ અને તે નાનો નિયમ કામ કરે છે. જનસામાન્યની સાધારણ સમજ મુજબ કમ્, અકતૃમ, સર્વથા કતૃત્ ઈશ્વર જીવાત્માને એના સારા-માઠાં કર્મોનું ફળ આપવા એનાં જે તે કર્મોની પુરાંત જોઈને ન્યાય તોળે છે. પરંતુ ઉપનિષદો એમાં ઈશ્વરનું કોઈ કતૃત્વ નિહાળતાં નથી. ઈશ્વર મનુષ્યોનાં સત્કૃત્યો અને દુષ્કૃત્યોનાં લેખાંજોખાં કરી ન્યાય તોળનારો આવો કોઈ ન્યાયાધીશ નથી. નથી કોઈ ચિત્રગુપ્ત નામનો કોઈ દેવઅધિકારી, જે જીવાત્માઓના કર્મોની નોંધ પોતાના ચોપડામાં કર્યા કરતો હોય. વાસ્તવમાં એ ચિત્રગુપ્ત નથી પણ ગુપ્તચિત્ર છે, જે પ્રત્યેક મનુષ્યના અંત૨માં પડતું હોય છે. મનુષ્ય ઈચ્છે કે ન ઈચ્છે પણ એના અંતરાત્મામાં જે તે વ્યક્તિનાં શુભ-અશુભ કર્મોની નોંધ થયા કરતી હોય છે. જેવું વાવો, તેવું લો, જેવું કરી, તેવું પાર્મો- એ સનાતન નિયમ એટલે જ કર્મનો સિદ્ધાંત. એની આછીપાતળી જે ચર્ચાવિચારણા ઉપનિષદોમાં થઈ છે તે એટલી સૂચક અને ઘોતક છે કે એ ક્યારેય અપ્રસ્તુત કે અપ્રાસંગિક નહીં જણાય. જીવનવિજ્ઞાનની સમજ આપતાં એના એક ભાગરૂપે જીવનના સનાતન નિયમની સમજૂતી આપવી પણ આવશ્યક હોઈ, ઉપનિષદોમાં કર્મસિદ્ધાન્તની, આ રીતે, ખપપૂરતી વિચારણા થયેલી છે.
ન
કર્મ જ અંતિમ સમયે સાથે આવે છે
તેણે હંમેશાં ગુલામો જેવો વ્યવહાર કર્યો હતો. તેને એમ હતું કે આ તો ના જ પાડશે. ચોથીએ જવાબ આપ્યો, મારા પ્રિય, હું તમારી સાથે જરૂર આવીશ. મેં તમારી સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. હું તમારાથી વિખૂટા પડી શકું નહિ."
ભગવાન બુદ્ધે આ કથાનો સાર સમજાવતાં કહ્યું, પ્રથમ પત્ની શરીર છે, બીજી પત્ની ધન, સંપત્તિ, પદ પ્રતિષ્ઠા છે, ત્રીજી પત્ની સાંસારિક સંબંધો છે અને ચોથી પત્ની આપણા કર્મ છે.
-સંપાદિકાઓ ઉપનિષદમાં કર્મવિચાર