________________
છે – બસ ત્યાર પછી જીવ મુ ક્ત થઈ જાય છે– કર્મથી મુક્ત થઈ જાય છે અને અને ત સુખાનુભવમાં તેની સ્થિતિ થઈ જાય છે.
બીજી એક મહત્ત્વની બાબત છે ચૈતન્યની સત્તાની. આપણે જોઈ ગયા કે આમ તો કર્મ એક જડ પદાર્થ છે. પદાર્થમાં અનગળની શક્તિ રહેલી છે તો સામે ચૈતન્યમાં અનંત શક્તિ રહેલી છે. કર્મની શક્તિ એટલે જડની શક્તિ. જે ચૈતન્યમાં અનંત શક્તિને આવરીને દબાવીને બેઠી છે અને તેનો આ સંસાર છે. પણ એ બાબત નિર્વિવાદ છે કે જડ ક્યારેય ચૈતન્ય બની શકતું નથી અને ચૈતન્ય ક્યારેય જડ બની જતું નથી. છતાંય બન્નેનો એકબીજા ઉપર પ્રભાવ છે. કર્મની જે કંઈ જંજાળ છે, તેનો જે કંઈ વિસ્તાર છે તે જડ અને ચેતનના પરસ્પર થતા સંબંધોને કારણે. કર્મની હાજરીમાં ચૈતન્ય અમુક રીતે વર્તે છે પણ જો કર્મ નષ્ટ થઈ જાય, ચેતનને જડ એવાં કર્મોનો સંસર્ગ ન રહે, તો પછી ચૈતન્ય શુદ્ધ સ્વરૂપે વિલસી રહે છે. જડને પોતાનો સ્વભાવ છે અને તેની આગવી શક્તિ છે તો ચૈતન્યને પણ પોતાનો વિશિષ્ટ સ્વભાવ છે અને તેની પાસે વિશિષ્ટ શક્તિ છે. આમ તો તન્યની તાકાત, જડની તાકાત કરતાં અનેકગણી છે. પણ ગમે તેની તાકાતવાળો જંગલને ધ્રુજાવનાર સિંહ પાંજરે પુરાો હોય તો પછી તેની તાકાત ક્યાં રહી ? આપણું ચૈતન્ય કર્મરૂપી પાંજરામાં પુરાયેલું છે તેથી અસહાય બનીને કર્મ આપે છે એટલું લે છે અને કર્મ નચાવે તેમ નાચે છે. પણ એક વાર ચૈતન્ય જાગી ઊઠે, આળસ ખંખેરીને પૂર્ણ બળથી, પૂર્ણ શ્રદ્ધાથી પાંજરાને તોડીને બહાર આવી જાય તો પછી તે પોતાના સ્વભાવમાં આવી જઈ શકે છે. મૂળ વાત છે ચૈતન્ય એવા જીવ અને જડ એવા કર્મના સંબંધોને તોડવાની.
શૈ
ઘણા લોકો એમ કહે છે કે ચૈતન્ય શુદ્ધ-બુદ્ધ છે. તેને જડ એવાં કર્મ કંઈ કરી શકે નહિ. આ વાત સાંભળવામાં સારી લાગે છે, સાંભળવી ગમે તેવી છે પણ વાસ્તવિક્તા ઊલટી છે. જો ચૈતન્ય ઉપ૨ કર્મનો પ્રભાવ ન પડતો હોય તો મદારી જેમ રીંછને નચાવે તેમ ચૈતન્ય એવા આપશે, સંસારમાં કર્મના નચાવ્યા કેમ નાચ્યા કરીએ છીએ ? જેમ ગળે સાંકળ બાંધેલ કૂતરો, સાંકળની ઢીલ પ્રમાણે ફરતાં ફરતાં કહે કે હું સ્વતંત્ર છું હું તેના જેવી આ વાત લાગે છે. જો જીવ સ્વતંત્ર છે તો પછી તેને આ સંસાર કેમ? આ પરાધીનપણું, આ અસહાયતા કેવી? મૂળ વાત છે જીવે કર્મની ચુંગાલ ફગાવી દઈને સ્વતંત્ર થવાનું છે. સ્વભાવથી આત્મા શુદ્ધ-બુદ્ધ અને અનંત સામર્થ્યવાળો છે પણ તેના તે ગુણો કર્મથી આવૃત્ત છે-ઢંકાયેલા છે, કર્મથી દબાયેલા છે જે તેણે પ્રગટાવવાના છે. આ ગુર્ગાનો આવિર્ભાવ કરવા માટે તે પુરુષાર્થ કરવાનો છે.
કીડોની સંપત્તિનો માલિક જ્યાં સુધી પોતાની સંપત્તિથી અજાણ હોય કે જ્યાં સુધી તે મેળવી ન શકે ત્યાં સુધી તો તે દરિદ્ર જ છે. આપો ઘાટ આના જેવો છે. આપણે અનંતના સ્વામી છીએ પણ અત્યારે તો કર્મના માર્યા અને દોર્યા સંસારમાં અથડાઈએ છીએ – કુટાઈએ છીએ. જ્યાં સુધી કર્મનો ધ્વંસ નહિ કરીએ ત્યાં સુધી આપણા ભાગ્યમાં કુટાવાનું જ છે. પણ આશા એટલી છે કે ચૈતન્યમાં અનંત શક્તિ છે અને જો તેને જુગાડવાનો, જીવ પુરુષાર્થ કરે તો જડ એવા કર્મનો પરાભવ કરીને પોતે અવશ્ય મુક્ત થઈ જાય.
ઘણા લોકો તો ઠેરથી જ વાત કરે છે કે જડ એવું કર્મ ચૈતન્યને અસર ન કરી શકે. અરે, જડ એવી દવાઓનું સેવન કરવાથી આપણા ઉપર કેટલી બધી અસર થાય છે ? દારૂ જડ છે અને બ્રાહ્મી પણ જડ છે;પણ એક બુદ્ધિને ભ્રમિત કરે છે તો બીજું બુદ્ધિને સર્ચત કરે છે. જડ એવા પદાર્થો ઉપર
ચેતનાથી ધબકતો જીવ કેટલી આસક્તિ રાખે છે? જડ પદાર્થો ઉપર જીવ
૧૭૩
નભે છે અને તેને મેળવવા જીવનભર દોડ્યા કરે છે. મંગળ અને ગુરુના ગ્રહો ઉપર જ્યાં વન નથી ત્યાં જડનું અસ્તિત્વ તો છે પણ કોઈ મારામારો નથી, કોઈ સંસાર ચંડાર્યા નથી. જ્યાં જડ છે અને ચેતન છે ત્યાં જ સંચાર છે. સંસાર એટલે જડ અને ચેતનની રમત. ત્યાં જડની અસર ચેતના ઉપર ન થાય એ વાત ગળે કેમ ઊતરે ?
પણ હા, આપણે એટલું અવશ્ય સ્વીકારવું જ રહ્યું કે જડ એ જડ છે, તે ક્યારેય ચૈતન બની શકે નહીં. ચૈતન એ ચૈતન છે તે ક્યારેય જડ બની શકે નહીં. ચેતન એ ચેતન છે તે ક્યારેય જડ બનવાનું નથી. બંનેને પોતપોતાની શક્તિ છે તો બંનેને પોતપોતાની મર્યાદા પણ છે. જડનું સંસાર ઉપર સાર્વભૌમત્વ નથી તો ચેતનનું પણ સાર્વભૌમત્વ નથી. બંને પોતપોતાની સીમામાં રહીને જ કામ કરે છે અને પરસ્પરને અસર કરે છે. કોઈ વખત આપણે જડ એવાં કર્મોની વધારે અસર નીચે આવી જઈએ છીએ તો કોઈ વખત ચેતનાના ગુણોનો પ્રભાવ વધી જાય છે. જડ પાસે પુરુષાર્થની શક્તિ નથી, જે ચૈતન પાસે છે. જો ચેતના જાગી ઊઠે અને પુરુષાર્થ આદરે તો આજે નહીં તો કાલે, આ મરે નહીં તો આવતે માટે જડ કર્મોને ફગાવી દઈને પોતાના શુદ્ધ-બુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી અનંત સુખમાં સ્થિત થઈ શકે છે.
આ પુરુષાર્થ જગાવવા માટે અને પુરુષાર્થ કર્યા કરવાનો છે, કેવી રીતે થઈ શકે તે જાણાવા માટે તો કર્મની વ્યવસ્થા સિદ્ધાંત સમજવાનો છે.
કર્મના સિદ્ધાંતોનું રહસ્ય સમજીને, તેનો ભેદ જાણીને, તેનો ધાત કરીને ચૈતન્ય સ્વભાવમાં આવી જવાનું છે. નવાં કર્મોને ન બાંધવાં, બાંધેલા કર્મો તોડવાં તથા હૃદયમાં આવેલા કર્મોને નિષ્ફળ કરવાં એ જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે. અહીં ભાગ્યને આધીન નથી રહેવાનું પ્રચંડ પુરુષાર્થ કરવાનો છે. આ પ્રક્રિયા ત્રણ રીતે થાય છે. એક તો કર્મ સમતાથી ભોગવી લેવાં, ઉદયમાં ન આવ્યાં હોય તેને પણ ખેંચી લાવીને નિર્જરવાં
ખંખેરી નાખવામાં આવે છે. કાર્ષિક ભાવ જેમાં કર્મોનો ક્ષય થાય છે. બીજો ભાવ છે પામિક ભાવ. જેમાં કર્મોનું શમન કરી દેવાનું. તેને ટાઢાં પાડી દેવાનાં. આ અવસ્થા લે ગ઼દારને સમજાવી– મુ દ્દત પાડી પાછો કાઢવા જે વી છે. આજે તો લેણદાર પાછો વળ્યો પણ આગળ ઉપર દેવું તો ઊભું જ છે. ત્રીજો માર્ગ, વચલો માર્ગ છે જેમાં કર્મના રસને તોડતાં જવાનો, કર્મની સ્થિતિનો – મુદ્દતનો ઘાત કરતા જવાનો અને કર્મના દલિકોને – પરમાણુઓને નિર્ઝરતા જવાના- ખેરવતા જવાના અને તેમનું શમન પણ કરતા જવાનું, આ છે શાો પામિક ભાવ. જ્યારે દાયિક ભાવમાં એટલે કર્મના ઉદયથી પ્રવર્તનાર ભાવમાં તો કર્મને આધીન થવાનું. એમાં તો જીવ ઊંઘતો જ ઝડપાઈ જાય છે. કર્મ જે માર્ગ તે બધું સામે ધરી દેવાનું, પછી ગમે તેટલા રડો કે કકળો તેની કર્મસત્તાને કંઈ પડી નથી. આમ, થાયિકભાવ અને થાર્યા પમિક ભાવ આરાધનાના ઘરના છે. ઔપામિક ભાવમાં આરાધના ખરી પણ તે પ્રશ્નનું નિરાકરણ ન લાવે, ફક્ત તાત્કાલિક સમાધાન કરાવે પણ પ્રશ્ન તો ઊભેલો જ રહે ; જ્યારે ઔ દાયિક ભાવ તો શરણાગતિનો ભાવ છે.
-
આમ, કર્મ િસદ્ધાંતનો અભ્યાસ, કર્મ વ્યવસ્થાની સમજણ આ ભવ અને પરભવ બંનેને સુધારી લેવાનો તેમ જ ભવભ્રમણમાંથી બહાર નીકળી જઈને અનંત સુખમાં જવાનો માર્ગ બતાવે છે. તેનું પ્રાથમિક લક્ષ્ય છે – કર્મથી બચો, અને કર્મ બાંધો તો સારાં – શુભ કર્મો જ બાંધો અને અંતિમ લક્ષ્ય છે કર્મનુ ઉપાર્જન બંધ કરો અને બાંધેલાં કર્મોને ખંખેરી નાખી – નિર્જરી, સ્વરૂપમાં આવી જાવ અને સ્વભાવમાં રમણ કરો,
–
★
કર્મવાદ અને મોક્ષ