________________
નિર્વાહ કરવાવાળા મુનિ ક્ષુધા, તૃષા આદિ પરીષહોને જીતતા રાગદ્વેષથી રહિત બનીને ગામ નગર નિગમમાં સમુદાય સાથે કે એકાકીપશે વિચરે છે. પોતાના કલ્પનું પ્રમાદી આચરણ ન કરવું તે પરીષહજનિત પરાજય છે માટે પ્રમાદનો ત્યાગ કરીને અનિયતવાસ કરવાવાળા અપ્રતિબંધ વિહારી મુનિ આસક્તિરહિત બનીને વિચરવારૂપ ચર્ચા કરવાથી ચર્ચા પરીષહ જીતે છે.
ઉડતી રજ આવીને ચોંટે છે. તેનાથી શરીરમાં આકુળતા થતી રહે છે. છતાં પણ મારા આ મેલનું નિવારણ કેમ અને ક્યારે થશે એવો વિચાર કરી વિલાપ ન કરે. પણ એવું ચિંતવન કરે કે આ શરીર તો અશુચિથી ભરેલું-અશુચિનું જ બનેલું છે. તો હજારોવાર સ્નાન કરવા છતાં પણ એમાં નિર્મળતા આવવાની નથી તો એવી સાવદ્ય ક્રિયાઓની અભિલાષા શા માટે રાખવી? વળી હું – આત્મા તો સદાને માટે પવિત્ર જ છું, શરીર અને આત્મામાં અંતર છે તો હું સ્નાનાદિથી મેલ કાઢી કોની શુદ્ધિ કરું. આત્મા પવિત્ર હોવાથી એની શુદ્ધિ કરવાનો પ્રયાસ વ્યર્થ છે. હા, આત્મા કર્મથી મલિન થાય છે તો તે મલિનતા દૂર કરવા ઉદયમાં તેનોઆવેલા કર્મને ભોગવીને દૂર કરું અને સમભાવે સહન કરીને અનંત કર્મની નિર્જરા કરે મોહનીય કર્મના ઉદયથી આવતા પરીબહ
(૭) રામ્યા પરીષહ : વિહારમાં કે ચાતુર્માસ દરમ્યાન પોતાનું બેસવા કે સૂવા માટે મળેલી જગ્યા (શય્યા) ઊંચીનીચી હોય, બહુ તડકો, તાપ, ટાઢ કે પવનવાળી જગ્યા હોય તો પણ તે માટે મનમાં જરાપણ ઉદ્વેગ ન આણવો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રસન્નચિત્તથી સ્વીકાર કરી લેવો તે શય્યા પરીષહ છે. અનુકૂળ કે પ્રતિકૂળ સ્થાનમાં રાગદ્વેષ કરે છે તે પાપષ્ટિ મુનિ સમતાભાવ રૂપ, મર્યાદાનો નાશ કરીને સંયમથી પતિત થઈ જાય છે. માટે મુનિ સમભાવે શય્યા પરીષહ સહન કરે.
(૮) વધ પરીષહ : વધ-તાડન, તર્જન, હનન કોઈ દુષ્ટ વ્યક્તિ આવેશમાં આવીને મુનિરાજને લાકડી આદિનો પ્રહાર કરીને, મારે મારીને, ગદડાપાટુ કરીને તાડન કરે ત્યારે મુનિ ક્રોધથી તપી ન જાય, મનને દૂષિત પણ ન કરે. પરંતુ તે સાધુ ઉત્તમ ક્ષમાદિરૂપ કર્તવ્યનો તે તથા આત્મસ્વરૂપનો વિચાર કરે કે ક્ષમા એ જ ધર્મ છે. આ તો મને પૂર્વોપાર્જિત કર્મોનું ફ્ળ મળી રહ્યું છે. એમાં એ બિચારાનો કોઈ જ દોષ નથી. આમ પ્રતિકારની ભાવના ન રાખે પણ તેના માટે કરુણા ઉપજે કે આજે મને નિમિત્ત બનાવીને તે કર્મોનો ઉપચય કરે છે. મુનિ વિચારે કે આ શરીર પુદ્ગલનું છે મારો આત્મા તેનાથી ભિન્ન છે. તે અજર અમર છે.
જ
(૯) રોગ પરીષહ: વાત, પિત્ત અને કફ એ ત્રણની વિષમતાથી થતા રોગ તેમ જ વેદનીય કર્મના ઉદયથી શ્વાસ આદિ ૧૬ પ્રકારના રોગ સંબંધી દુ:ખ ઉત્પન્ન થાય છે. તેને સાધકાત્મા શાંતિપૂર્વક સહન કરે. તે એવી રીતે કે હું આ સમયે જે વ્યાધિથી પીડિત થઈ રહ્યો છું એ મારા પૂર્વ ભવના કરેલાં કર્મનો બદલો છે. અશુભ કર્મોનું ફળ છે. તેને સહન કરે. નિવદ્ય ચિકિત્સા ઈચ્છે તો કરાવે અને ન ઈચ્છે તો ન કરાવે. કદાચ ઔષધ કરે તો ય સંયમના જ ધ્યેયથી કરે. પોતાના અશુભ કર્મ ભોગવાઈ રહ્યા છે એમ ચીંતવી રોગ સહન કરી લેવો જોઈએ.
(૧૦) તૃણસ્પર્શ પરીષહ : મુનિને તેલ આદિનું માલીશ કરવાનું વર્જિત હોવાથી અને અનશન આદિ તપ કરવાનું હોવાથી તેમનું શરીર રૂક્ષ અને કૃશ થઈ જાય છે. રૂક્ષ શરીરમાં લોહી ઓછું હોવાથી દર્માદિક તુશના આસન અથવા પથારીમાંની ઘાસની અણીઓ વાર્ગ અથવા સૂતાં બેસતાં ખરબચડી જમીનનો કઠણ સ્પર્શ થાય ત્યારે વેદના થાય છે. તથા ગરમીના કારણે શરીરમાં જે પરસેવા થાય છે તે તૃણસ્પર્શથી જે ઉત્પન્ન થયેલા ઘાવમાં લાગે ત્યારે અધિક વેદના થાય છે. ત્યારે સાધુનું કર્તવ્ય છે કે તેણે ચિત્તમાં સમતા, સ્વસ્થતા, ધારણ કરવી જોઈએ કે જેથી નવા અશુભ કર્મ બંધાય નહિ અને ઉદયમાં આવેલ અશુભ કર્મો ભોગવાઈ જાય તે સિવાય અન્ય અનંત કર્મોની નિર્જરા
થાય.
(૧૧) મેલ પરીષહ : મેલ એ તો સાધુની શોભા છે, કારણકે સ્નાન પરિત્યાગ રૂપ મર્યાદામાં મુનિ રહે છે. ઉનાળાની ઋતુમાં તથા શરદકાળ અને વર્ષાકાળમાં ઉષ્ણ સ્પર્શ દ્વારા ઉત્પન્ન થયેલા પરસેવાથી શરીરનો મેલ ઢીલો પડે છે અને શરીરથી છૂટો પડે છે. ફરી એ જ સ્થળે પ્રબુદ્ધ સંપા
૧૫૬
સર્વ કર્મનો રાજા મોહનીય કર્મ છે, જે કર્મ આત્માને મોહિત કરે છે અર્થાત્ સારા નરસાના વિવેકથી શૂન્ય બનાવી દે છે તે મોહનીય કર્મ. તેના મુખ્ય બે ભેદ છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. કેવળી ભગવાન, શ્રુત, ચતુર્વિધ સંઘ, પંચમહાોના ત્યાગ રૂપ ધર્મ અને ચાર પ્રકારના દેવ-આ બધાના અવર્ણવાદ એટલે કે અસદ્ભૂત દોષોનું આરોપણ કરાવવાળા જે ભાવ થાય તે તીવ્ર પરિણામ કહેવાય. તેનાથી દર્શનાહનીય કર્મનો બંધ થાય છે. (૧) જે કર્યું તત્ત્વ રુચિરૂપ સમ્યક્ત્વમાં બાધક તો ન હોય પરંતુ આત્મ સ્વભાવરૂપ ઔપશર્મિક અને શાયિક સમ્યક્ત્વ થવા ન દે, જેનાથી સૂક્ષ્મ પદાર્થોનું સ્વરૂપ વિચારવામાં શંકા ઉત્પન્ન થાય, સમ્યક્ત્વમાં મિલનતા આવી જાય, ચલ મલ અગાઢ દોષ ઉત્પન્ન થઈ જાય તે સમ્યક્ત્વ મોહનીય કર્મ. (૨) જેના ઉદયથી જીવને તત્ત્વના યર્થાથ સ્વરૂપની રુચિ ન થાય, તત્ત્વ પર શ્રદ્ધા ન થાય તે મિથ્યાત્વ મોહનીય કર્મ (૩) જિન પ્રશિત તત્ત્વમાં રુચિ પણ ન હોય અને અરુચિ પણ ન હોય, શ્રદ્ધા ન હોય અને અશ્રદ્ધા પણ ન હોય તે મિશ્ર મોહનીય કર્મ. રાગદ્વેષ અથવા ક્રોધ, માન, માયા, લોભ આદિથી વશીભૂત થઈને જીવના એવા પરિણામ થઈ જાય છે કે જેનાથી તે ધર્મ કે ધર્મના સાધનોને પણ નષ્ટ કરવા લાગે છે અથવા એમાં અંતરાય ઉત્પન્ન કરે છે. તપાલનમાં શિથીલ બનાવી દે છે. આવા ભાવને તી પરિણામ કહેવાય છે. તેનાથી ચારિત્ર મોહનીય કર્મનો બંધ થાય છે. આ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી સાધકને ૭ પરીષહ આવે છે.
જ
(૧) અચેલ પરીષહ : જિનકથી સાધુ અને દિગંબર સાધુ નિર્વસ્ત્ર હોય છે. બાકીના સાધુઓ પ્રમાોર્પત તથા અલ્પમૂલ્યવાળા વોને ધર્મબુદ્ધિથી જ પરિધાન કરે છે, મૂર્છા ભાવથી નિહ. તેથી તે અચેલક તુલ્ય જ છે. સાધુના વો જીર્ણ શીર્ણ થઈ ગયા હોય કે ચોર વગેરે કોઈ ઉઠાવી ગયા હોય ત્યારે તે લજ્જા, ચિંતા, ખેદ કરે નહિ. મનમાં યોભ કે હીનતાનો ભાવ આવવા દે નહિ. જે પરિસ્થિતિ ઊભી થાય છે તે પૂર્વે બાંધેલ કર્મનુ જ ફળ હોય છે માટે રાગદ્વેષ ન કરે કે કુવિકલ્પ ન કરે.
(૨) અરિત પરીષહ: સંયમ વિષયક અપ્રીતિનું નામ અરિત છે. મોહનીય કર્મના ઉદયથી થનારી સંયમ અરુચિરૂપ આત્મ પરિણતિનું ફળ ચીકણા કર્મબંધ રૂપ છે. તેનાથી જીવનું ચતુર્ગતિ રૂપે સંસારમાં પરિભ્રમણ થાય છે એમ સમજીને આ અતિને સાધુએ મનથી પણ ઘટાવવી જો ઈએ અને સ્વાધ્યાય અને શુ ભ ધ્યાનમાં પોતાની આત્મપરિણતિને જોડવી જોઈએ. અતિ પરીષહ જીતવાની યોગ્યતા પ્રાપ્ત કર્યા વગર મુનિ અવસ્થા આવતી નથી.