________________
ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથઃ આગમ 7 ડૉ. ગુણવંત બરવાળિયા
પ્રબુદ્ધ કરુણાના કરનારા ભગવાન મહાવીરે ઉપ્પને ઈવા, વિગઈવા અને ધુર્વઈવા આ ત્રિપદી દ્વારા દેશના આપી. ગણધર ભગવંતો દ્વારા આ ઉપદેશ આપણને આગમરૂપે મળ્યો.
દેવો, મનુષ્યો અને નિર્યંચો, સોસરણમાં ભગવાન મહાવીરની પાવન વાણી ઝીલવા આસનસ્થ થઈ જાય છે. ભગવાન માલકૌંસ રાગમાં પોતાની દેશના પ્રવાહિત કરે છે ને સૌ જીવો પોતપોતાની ભાષામાં તે સમજે છે.
જેનું ઉપાદાન ઉત્કૃષ્ટ છે અને જેની ગણધર થવાની પાત્રતા છે, ભગવાનના શ્રીમુખેથી ત્રિપદી સાંભળતા આ ભવ્ય જીવોના ૠચક પ્રદેશો ખૂલે છે. જ્ઞાનાવરણીય કર્મનો અદ્ભુત ક્ષયોપશ થતાં તેમના અંતરમનમાં સહજ રીતે દ્વાદશાંગીની રચના થઈ જાય છે અને આ રીતે ભગવાન મહાવીરના ઉપદેશનો અમૂલ્ય વારસો આપણને મળે છે.
પૂ. શ્રી દેવીંગણીને અનુભૂતિ થઈ કે કાળક્રમે માનવીની સ્મૃતિશક્તિ ઓછી થતી જાય છે જેથી પૂજ્યશ્રીએ ભગવાન મહાવીરનો આ દિવ્ય વારસો જળવાઈ રહે તે માટે વલ્લભીપુરમાં ૫૦૦ સાધુમહાત્માઓના સહોગથી સતત ૧૩ વર્ષના પુરુષાર્થથી લેખનકાર્ય દ્વારા આ વારસો લિપિબદ્ધ કર્યો.
પૂર્વાચાર્યોએ શ્રમણ સંસ્કૃતિની જ્ઞાનધારા ગતિમાન રાખવા માટે સમર્થ સમયે આગોનું સંપાદન, સંશોધન, સંવર્ધન અને સંકલન કરી અદ્ભુત યોગદાન આપ્યું છે.
સમગ્ર માનવજાતના કલ્યાશને માટેની હિતચિંતા, અકારણ કરુણાના કરનારા પ્રભુ મહાવીરને સતત દેશના આપવા પ્રેરે છે તેને કારણે માત્ર જૈન સાહિત્યને જ નહિ, પરંતુ વિશ્વના દર્શનસાહિત્યને એક અમુલ્ય ભેટ મળે છે.
આગમનું ચિંતન, સ્વાધ્યાય અને પરિશીલન અજ્ઞાનના અંધારા દૂ૨ ક૨ી જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. જૈન તત્ત્વજ્ઞાન, આચારશાસ્ત્ર તથા વિચારદર્શનના સુભગ સમન્વય સાથે સંતુલિત તેમજ માર્મિક વિવેચન આગમમાં છે. તેથી તેને જૈન પરંપરાનું જીવનદર્શન કહી
શકાય.
પ્રક્રિયા એટલે આત્મસુધારણા. આત્મા ૫૨ કર્મ દ્વારા વિકૃતિ અને મલિનતાના ઘર જામ્યા છે જેથી હું મારા આત્માના સાચા સ્વરૂપને જોઈ શકતો નથી. અપાર શક્તિના સ્વામી આત્માના દર્શન થઈ જાય તો સંસારના દુઃખ અને જન્મ-મરણની શંખલામાંથી મુક્તિ મળી જાય. અંગ, ઉપાંગ, છંદસૂત્ર, પમન્ના, મૂળસૂત્ર અને પ્રકીર્ણક વિગેરેમાં ૩૨ અથવા-અને ૪૫ આગમાં સમાવિષ્ટ છે.
શ્વેતામ્બર જૈનોએ આગમનો ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથો રૂપે સ્વીકાર કર્યો છે. દિગંબર જૈનોની માન્યતા છે કે ભગવાન મહાવીર પછી નવસો એંશી વર્ષ બાદ આગમને લિપીબદ્ધ કરવામાં આવ્યા એટલે એ ભગવાનની પ્રત્યક્ષ દેશના રૂપે સ્વીકારી શકાય નહીં.
લગભગ બે હજાર વર્ષ પહેલાં દિગંબર મુનિ કુંદકુંદાચાર્ય થઈ ગયા. એ મહાન લબ્ધિધારી આચાર્ય શંકાના સમાધાન અને જ્ઞાનપ્રાપ્તિ અર્થ સદેહે મહાવિદેહ ક્ષેત્રમાં વિમાન તીર્થંકર સીમંધર સ્વામી પાસે ગયા. ત્યાં આઠ દિવસ ઉપવાસ સાથે જ્ઞાનપ્રાપ્તિ કરી. ત્યાંથી આવીને સીધા તામિલનાડુના ખંડેવાસી ગામની પુનટમલથ ગુફામાં બેસીને સમયસાર, નિયમસાર આદિ શાસ્ત્રોની રચના કરી. દિગંબર પરંપરાએ એનો પરમાગમ શાસ્ત્રો રૂપે સ્વીકાર કર્યો છે. છતાંય જૈનોના તમામ ફિરકાઓ, સમસ્ત જૈનોએ અને વિશ્વના અનેક વિદ્વાનોએ આગમનો જૈન તત્ત્વજ્ઞાનના ઉત્કૃષ્ટ સાહિત્ય રૂપે તો સ્વીકાર કર્યો જ છે.
આ આગમ ગ્રંથોમાં સમાવિષ્ટ દ્રવ્યાનુયોગ, ચરણકરુણાનુંયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગમાં ઠેર ઠેર જીવમાંથી શિવ બનવાની પ્રક્રિયાનો નિર્દેશ છે.
3
આગમશાસ્ત્રો જૈન શાસનના બંધારણનો પાર્યો છે. જેન આગમરૂપી આ દસ્તાવેજમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રિરત્નની માલિકી આપવાના સિદ્ધાંતો, નિયમો અને આચારોનું વિશદ્ માર્ગદર્શન આપવામાં આવેલ છે. એમાં જણાવેલ આચારપાલન અવશ્ય માનવીની આત્મોન્નતિ કરાવી શકે.
આ આગમો આપણા માટે કઈ રીતે પ્રેરક બન્યા છે તેની વિચારણા કરીએ.
પાપવૃ ત્તિ અને કર્મબંધનમાંથી મુક્ત થઈને પંચમગતિના 'આચાર એ જ પ્રથમ ધર્મ છે' આ જીવનસૂત્ર અપનાવવાની શાશ્વત સુખો કઈ રીતે પામી શકાય તે દર્શાવવા હિંસા આદિ દૂષોનું સફળ તરકીબો શ્રી આચારાંગ સૂત્રમાં આચારશુદ્ધિ દ્વારા જીવનશુદ્ધિના પરિણામ દેખાડી અહિંસાના પરમ ધ્યેયની પુષ્ટિ કરવા સદગુોનીસારને ઊંચું લાવવા માટે છ પ્રકારના જીવોને થતના’, ‘જયા’ પ્રતિષ્ઠા આ સંપૂર્ણ સૂત્રોમાં કરી છે. અને આચારશુદ્ધિનો માર્ગ બતાવ્યો છે. વળી આત્મસુધારણા અને સમાધિની પ્રાપ્તિ કરવામાં ઈંદ્રિયવિજયની પ્રધાનતાનું નિરૂપણ કરતાં શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે ‘ને ગુળે સે મૂલઠ્ઠાળે, એ મૂળઠ્ઠાને’ જે પાંચ ઇન્દ્રિયોના વિષયો છે તે સંસારનું મૂળ કારણ છે.
આગમના નૈસર્ગિક તેજપૂંજમાંથી એક નાનકડું કિરણ મળે તોપણ આપણું જીવન પ્રકાશમય થઈ જાય. આત્માને કર્મમુક્ત થવાની પાવન પ્રક્રિયામાં પ્રવાહિત કરતાં આગમ સૂત્રો આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે.
આત્માથી પરમાત્મા સુધીની યાત્રાનું માર્ગદર્શન આ સૂત્રમાં આપવાની સાથે જણાવાયું છે કે આત્મજ્ઞાન પામ્યા વગર જગતનું કોઈપણ જ્ઞાન અજ્ઞાન ગણાય છે માટે આત્મજ્ઞાન પામવા ઇચ્છુક સાધકોએ અને નવદીકર્તાએ આચારાંગનો ઊંડાાપૂર્વક અભ્યાસ
ગણધર ભગવંતોએ ભગવાનની વાણીને ઝીલી સૂત્રબદ્ધ કરેલા આગમો જીવના કલ્યાામંગલ માટે, વ્યક્તિને પંથનો યાત્રી બનાવવા માટે પ્રેરણાના પ્રકાશ પાથરે છે.
અનાદિકાળથી આત્મા પર લાગેલી કર્મરને સાફ કરવાની કરવો જોઈએ.
ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથઃ આગમ