________________
ગોત્ર કર્મ
તેના બે ભેદ છે-ઉચ્ચ ગોત્ર અને નીચે ગોત્ર (૧) ઉચ્ચ ગોત્રજે કર્મના ઉદયથી ઉચ્ચકુળમાં જન્મ થાય તેમજ શ્રેષ્ઠ જાતિ આદિ પ્રાપ્ત થાય, તેને ઉચ્ચગોત્ર કહે છે. તેના આઠ ભેદ છે-(૧) ઉચ્ચ જાતિ, (૨) ઉચ્ચ કુળ, (૩) શ્રેષ્ઠ બળ, (૪) શ્રેષ્ઠ રૂપ, (૫) શ્રેષ્ઠ તપ, (૬) શ્રેષ્ઠ એશ્વર્ય, (૭) શ્રેષ્ઠ શ્રુત, (૮) શ્રેષ્ઠ લાભ. (૨) નીચે ગોત્ર-જે કર્મના ઉદયથી જીવને હલકી જાતિ, કુળ આદિ પ્રાપ્ત થાય, તેને નીચ ગોત્ર કહે છે. તેના પણ આઠ ભેદ ઉચ્ચ ગોત્રની સમાન છે(૧) હીન જાતિ, (૨) હીન કુળ, (૩) હીન બળ, (૪) હીન રૂપ, (પ) હીન તપ, (૬) હીન ઐશ્વર્ય, (૭) હીન શ્રુત, (૮) હીન લાભ. ઉક્ત આઠ પ્રકારે ઉચ્ચ ગૌત્રનું ફ્ળ ભોગવતાં તેનો મદ-ધર્મડ ન કરવાથી ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે અને મદ કરવાથી નીચે ગોત્રનો બંધ થાય છે.
અંતરાય કર્મ
તેના પાંચ ભેદ છે-(૧) દાનાંતરાય : જે કર્મનો પ્રભાવથી વર્ન, દાનની ચીજો વિદ્યમાન હોવા છતાં, યોગ્ય પાત્ર ઉપસ્થિત
હોવા છતાં અને દાનના ફળને જાણવા છતાં દાન કરવાનો ઉત્સાહ ન થાય તેને દાનાંતરાય કહે છે. (૨) લામાંતરાય : જે કર્મના પ્રભાવથી, પદાર્થોના લાભમાં અંતરાય આવે, દાતામાં ઉદારતા હોય, દાનની વસ્તુ પાસે હોય અને યાચનામાં કુશળતા હોય તો પણ લાભ ન થાય, તેને લાભાંતરાય કહે છે. (૩) ભોળાંતરાય : જે કર્મના પ્રભાવથી જીવની પાસે સાધન-સામગ્રી હોવા છતાં રોગાદિના કારણે ભોગ્ય પદાર્થોને ભાંગવી શકે નહીં. તે માંગાંતરાય કર્મ છે. (૪) ઉપભોગાંતરાય : જે કર્મના ઉદયથી ઉપભોગની સામગ્રી પાસે હોય, તેને ત્યાગ પણ ન હોય, તેમ છતાં ઉપભોગ્ય વસ્તુઓનો ઉપભોગ ન કરી શકે, તેને ઉપભોગાંતરાય કર્મ કહે છે. જે પદાર્થ એકવા૨ ભોગવાય તેને ભોગ્ય કહે છે, જેમ કે ખાવાપીવાની વસ્તુઓ. જે પદાર્થ વારંવાર ભોગવાય તેને ઉપભોગ્ય કહે છે. જેમ કે પહેરવાઓઢવાની વસ્તુઓ, વસ્ત્ર, મકાન, આભૂષા આદિ. (૫) વીર્યંતરાય : વીર્યનો અર્થ છે સામર્થ્ય-શક્તિ. જે કર્મના પ્રભાવથી જીવ બળવાન, શક્તિશાળી હોવા છતાં તે કોઈ સાધારણ કામ પણ કરી શકે નહીં, તેમ જ જે કર્મના ઉદયથી સામર્થ્ય કે શક્તિની પ્રાપ્તિ થતી નથી તેને વીર્યંતરાય કર્મ કહે છે.
કર્મબંધના કારણોનું કથન શ્રી ભગવતી સૂત્રમાં છે, અન્ય વિસ્તૃત વર્ણન શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં છે તથા કર્મ સંબંધી સાંગોપાંગ વર્ણન કમ્મપથની ગ્રંથમાં અને કર્મગ્રંથના છ ભાગોમાં છે.
જીવ સમયે-સમયે કષાય અને યોગના નિમત્તથી અનંત-અનંત કાર્યણવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. દ્રવ્યથી-એક સમયમાં ગ્રહણ થતાં તે અનંત-અનંત કાર્યાવર્ગણાના પુછ્યો અવ્ય જીવોથી અનંતગણા હોય છે અને અનંતાસિંહના જીર્યાથી અર્થાત્ સિદ્ધોની સંખ્યાથી અનંતમાં ભાગે ન્યૂન હોય છે. ક્ષેત્રથી-જે રીતે અગ્નિ સ્વયં જે ક્ષેત્રમાં હોય, તે ક્ષેત્રમાં રહેલા પદાર્થોને અગ્નિરૂપ પરિાત કરે છે. તે જ આકાશ પ્રદેશો પર અવગાહન કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરાયેલા તે કર્મ પુદ્ગલો ક્ષીર-નીરની જેમ આત્મા સાથે એકમેક થઈ જાય છે અર્થાત્ તેનો બંધ સત્ય પ્રદેશોમાં
૧૩૯
થઈ જાય છે.
જ્ઞાનાવરણા આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અંતર્મâહૂર્તની છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયકર્મની સ્થિતિ પણ સરખી છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમની છે અને જયન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેંત્રીસ સાગરોપમની છે અને થન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે અને જાન્ય સ્થિતિ આઠ મૂહૂર્તની છે.
કર્મની ફળ આપવાની શક્તિને અનુભાગબંધ કહે છે. બંધનકાળમાં તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્રમંદભાવ અનુસાર પ્રત્યેક કર્મમાં ના-મંદ ફળ દેવાની શક્તિ ઉત્પન્ન થાય છે. તે જ અનુભાગ બંધ છે. બંધનકાળમાં તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્ર-મંદ ભાવ અનુસાર પ્રત્યેક કર્મમાં નીંદ-મંદ ફળ દેવાની શક્તિ ઉત્પન્ન થાય છે. તે જ અનુભાગબંધ છે
પ્રત્યેક કર્મ પોતાનું ફળ કર્મદલિકો દ્વારા જ પ્રગટ કરે છે. જીવોના અધ્યવસાય સ્થાનો અસંખ્યાત છે. પરંતુ એક એક અવસાયસ્થાન દ્વારા અનંતાનંત કર્મકિકો ગ્રહણ થાય છે અને અનંતાનંત દષ્ટિકો એક સાથે પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે.
એક સમયમાં અનુભવાતા કર્મ દષ્ટિકો અભવ્ય જાવોથી અનંતગુણા અને સિદ્ધોથી અનંતભાગે ન્યૂન હોય છે. પરંતુ સર્વ અનુભાગ સ્થાનના કર્મદલિકો સર્વ જીવોથી અનંતગુડ્ડા અધિક હોય છે. કારણકે અનંત સંસારી જીવા સમયે સમયે અનંતાનંત કર્મદદ્ધિકો ગ્રહણ કરે છે. તેથી તે દિલકો સર્વ જીવોથી અનંતગુણા અધિક થઈ જાય છે.
જ્ઞાનસ્વ ાનું વિશતઃ જ્ઞાનનું ફળ વિરતિ છે. કર્મબંધના વિજ્ઞાન દ્વારા જીવ કર્મબંધથી વિરામ પામી સંવ૨ અને નિર્જરા તત્ત્વની આરાધના કરે છે. કર્મના પરિણામ તીવ્ર ભયંકર છે. કર્મનો સિદ્ધાંત અટલ છે. જે વ્યક્તિ જેવા પરિણામથી કર્મોનો બંધ કરે છે, તેવા ફળ તેને ભોગવવા પડે છે. શુભ કે અશુભ બંને પ્રકારના કર્મો જીવને કે બંધનરૂપ છે, સંસારરૂપ છે. આ પ્રકારે કર્મ સિદ્ધાંતની અચલતાને જે જાણે છે અને તે આ ભવમાં નવા કર્મબંધ ન થાય તેના માટે સાવધાન રહે છે. તે ધર્મ પુરુષાર્થથી પૂર્વકૃત કર્મોનો ક્ષય કરીને આત્મશુદ્ધિ કરે છે.
આવી રીતે શ્રી ઉત્તરાયન સૂત્રના તેત્રીસમાં 'કર્મ પ્રકૃતિ' નામના અધ્યયનમાં કર્મનું ભેદ-પ્રભેદ સહિત વિસ્તૃત સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. શ્રી જ્ઞાતાધર્મકથા
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં તુંબડાના દૃષ્ટાંતથી વનું ભારેપણું અને હળવાપણું સિદ્ધ કર્યું છે.
ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં બિરાજમાન હતા ત્યારે ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે જીવ ગુરુ-ભારે કેમ થાય છે અને લઘુ-હળવો કેમ થાય છે? જવ ગુરુતા અને લધુતાને કેવી રીતે પામે છે?
પ્રભુએ તુંબડાના દૃષ્ટાંતથી સમજાવ્યું કે તુંબડાનો સ્વભાવ આગમમાં કર્મનું સ્વરૂપ