SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વિલક્ષણ બેન્ક કર્મ 7 પૂ. અભયશેખર સૂરિ શકે.' * જ્ઞાનીઓ કહે છે જીવ શુભભાવમાં રહીને જ્યારે શાતાવેદનીય વગેરે પુણ્યકર્મ બાંધે છે ત્યારે પૂર્વે અશુ ભભાવથી બાં ધે લુ અશાતાવેદનીય વગેરે કેટલુંક પાપકર્મ પણ શાતાવેદનીય વગેરે પુણ્યકર્મમાં ટ્રાન્સફર થઈ જાય છે. સમસ્ત વિશ્વવ્યાપી છે એક ‘બેન્ક’... • ખૂબ જ ન્યારી અને ખૂબ જ નિરાળી... * લેણુ મા કરવા બેસે ત્યારે ઉદારતા-દયાળુતા પણ એવી... * લેણું વસુલ કરવા બેસે ત્યારે કુરતા-કઠોરતા પણ એવી... *પોતાની પાસે જમા-ઉધારની કોઈ નોંધ રાખે નહીં... પાસબૂકો ખાતેદાર પાસે જ રહે... * ખાતેદારે સ્વયં એમાં જમા-ઉધારની નોંધ કરવાની..... * આનીવિશિષ્ટતા એ જ છે કે, બીજાના ખાતે જમા થયેલી ૨કમ પોતાના ખાતે જમા કરી શકે...છતાં બીજાના જમા ખાતેથી એ ઓછી ન થાય...અને બીજાના ખાતે ઉંઘરાયેલી રકમ પોતાના ખાતે ઉધારી પણ શકે છતાં બીજાના ખાતે ઉધારાયેલી રકમ ઓછી ન થાય. • પોતાના ખાતે કો'ક નવી રકમ જમા કરાવી એ ટલે જૂની ઉધારાયેલી ૨કમમાંથી કેટલીક રકમ જમામાં ટ્રાન્સફર થઈ જાય. એ જ રીતે, નવી ૨કમ ઉધારતી વખતે જૂની જમા રકમમાંથી કેટલી રકમ ઉધારમાં ટ્રાન્સફર થઈ જાય. જે કાંઈ રકમો ઉધારાઈ હોય તે ખાતેદાર ચાહે તો ભૂંસી શકે..પણ એને ભૂંસતા આવડવું જોઈએ...તો ઉધાર પાસાની બધી જ નોંધ ગાયબ થઈ જાય..બીજી રીતે કહીએ તો આ બેન્કજ સામેથી ખાતેદારોને કહે છે કે માત્ર પાંચ-પચ્ચીસ હજારની રકમ નહીં પણ કરોડો કે અબજોની ૨કમ અમારે લેણી નીકળતી હશે તો પણ જ્યાં સુધી એ Due નહીં થાય. અને બેન્ક વસૂલાત કરવાનું ચાલુ નહીં કરે ત્યાં સુધીમાં ખાતેદાર જો યોગ્ય રીતે અરજી કરે તો ભારે ઉદારતાપૂર્વક બેન્ક એ બધું લેવું માફ કરી દેશે..એક પૈસો પણ ચૂકવવો નહી પડે...પણ જો ખાતેદાર એમ કરવામાં નિષ્ફળ રહે અને બેન્ક વસૂલાત ચાલુ કરી ...તો પછી એક પાઈ માફ કરવામાં નહીં આવે. પૂરેપૂરા લેણાની વસૂલાત માટે જે કાંઈ કઠોરતા, કડકાઈ, મૂરતા અપનાવવા પડે, એ બધું જ આ બેન્ક અપનાવી શકે છે. ખાતેદારને એક નહીં અનેક કરુણ મોત આવે તો પણ આ બેન્ડ જરાય દયા દાખવતી નથી. દાખવશે પણ આ નહીં. હવે આપશે પણ આવી બેન્કના એકાઉટ હોલ્ડર હોઈએ તો શું કરીએ... • આ ‘નોખી' અને સાવ ‘અનોખી” બેન્કનું નામ છે ‘કર્મસત્તા..... ♦ સંસારના સમસ્ત જીવો એના ખાતેદાર છે. ખાતુ ખોલાવવા માટે કોઈ ફોર્મ ભરવાનું નહીં કે, કોઈની ભલામણની જરૂર નહીં, કારણ કે કોઈએ ખાતુ ખોલાવ્યું જ નથી અનાદિકાળથી બધા ખાતેદાર જ છે. ખાતેદારેજબધીનોઁધક૨વાની...‘જે કાંઈ સારું કામ કર્યું એ આત્માની પાસબૂકમાં પુણ્યરૂપે જમા થઈ ગયું’ અને ‘જે કાંઈ ગલત પ્રવૃત્તિ કરી તે પાપરૂપે ધરાઈ જાય.... • હિંસા વગેરે દુષ્ટ પ્રવૃત્તિ દ્વારા બંધાયેલા પાપો તરત ઉદયમાં નથી આવતા...એટલે કર્મસત્તા નામની એક જીવને ચાન્સ એ આપે છે...જો એ વસુલાત ચાલુ થવા પૂર્વે પશ્ચાત્તાપપૂર્વક આલોચના, પ્રાયચિત્ત રૂપે જીવ અરજી કરે તો આ કર્મસત્તાની બેન્ક બધું જ દેવું માફ કરી દે છે. પણ જો 2 ફિકરો બની આ બાબતની ઉપયા દાખવે છે, તો આ બેન્ક જીવની કલ્પના પણ ન હોય એટલી કડક રીતે પઠાણી વ્યાજ સાથે પાઈએ પાઈની વસુલાત કરે છે. વના વિવિધ પ્રકારના સુખ પર ટાંચ આવે ને આફ્તોની વણઝાર ઉતરી પડે...અને તેથી જીવ રોવા બેસે, આક્રંદન કરે, કરુશવિલાપ કરે. આ પદ્ધતિથી થતી વસુલીમાંથી પોતાને મુક્ત કરવા હવે ગમે તેટલું કરગરે આજીજી કરે...દીનતા દાખવે...પણ કશું જ વળતું નથી. તે વખતે ભારે મજબૂરીથી પણ બધી જ હિસાબ ચોખ્ખો કરવો પડે છે... આ જીવડો પણ આજની ભારત સરકાર જેવો જ મૂઢ છે. જેમ આજની સ૨કા૨ લોન અને લોનના વ્યાજની ચૂકવણી માટે નવું મોટું દેવું કરતી રહે છે. તેમ આ જીવડો જૂનો હિસાબ ચોક્ખો કરતા કરતા ભારે હાયવોય વગેરે કરીને નવું ગંજાવર દેવું ઉભું કરી દે છે. એટલે અનાદિકાળથી ‘દેવું’, ‘કડક વસુલાત’, ‘નવું દેવું' આ પરંપરા ચાલતી જ રહે છે... ♦ સાવચિત્રઅને વિચિત્ર જણાતીઆ'કર્મસત્તા નામની બેંકના આપ સહુ પણ એકાઉનટ હોલ્ડરો જ છીએ.' બેન્કની ઉદારતાનો લાભ ઉઠાવી લેવો કે અનાદિકાળથી એની કઠોરતાનો ભોગ બની રહ્યા છીએ એ જ પરંપરા ચાલુ રાખવી એ આપણી મરજીની વાત છે. એ જેઓ બેન્કની કરુણાનો લાભ ઉઠાવતા શીખી જાય છે તેઓ એ દ્વારા ક્રમશઃ એક દિવસ બર્થો જ હિસાબ ચૂકતે કરી દે છે ને એ જ ક્ષણે એનું ખાતું ક્લોઝ થઈ જાય છે...ને જીવ કર્મબેન્કના ક્રૂર સકંજામાંથી મુક્ત થાય છે. • શું આવી નિરાળી બેંકના ખાતેદાર હોવું એ અનિચ્છનીય છે કે જેથી એમાંથી મુક્ત થવાની વાત કરો છો ? “હા...અત્યંત અનિચ્છનીય છે. આ બેંકે કાંઈ મફ્તમાં જીવોને પોતાના ખાતેદાર નથી બનાવી દીધા... ‘જીવના અનંત સુખને ડીપોઝીટ તરીકે રાખીને ખાતેદાર બનાવ્યા છે.’ એટલે તો આગળ કહી ગયા કે એ કોઈની ભલામણ ચીઠ્ઠી પણ માગતી નથી. અબજો રૂપિયથી પણ જેનું મૂલ્યાંકન ન થઈ શકે એવી પોતાની દેવળજ્ઞાન, શાશ્વતસુખ વગેરે મૂડી જીવે ડીોઝીટ કરાવી રાખી હોય પછી બેન્ક અન્યની ભલામણ માર્ગે પણ શા માટે? આટલી જંગી બેલેન્સની સામે આ બેન્ક જીવને જે ક્રેડીટ આપે છે વિમક્ષા બેન્ક કર્મ → • ‘બીજાઓ સુકૃત કરીને જે કાંઈ પોતાના ખાતે જમા કરાવે...અને પોતે અનુમોદના દ્વારા પોતાના ખાતામાં જમા પણ કરી શકે.' અને 'બીજાઓ હિંસા વગેરે પાપ કરીને, જે કાંઈ પોતાના ખાતે ઉધારે...એને પોતે અનુમોદના દ્વારા પોતાના ખાતામાં પણ ઉધારી ૧૩૩
SR No.034161
Book TitlePrabuddha Sampada Agam Grantho Karmvad ane Anekantvadno Sanchay
Original Sutra AuthorN/A
Author
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy