________________
કારણે હાર્ટબર્ન અને છાતીની પાછળના હાડકાંમાં બળતરા થાય છે. ઈસોફેગસ (અન્નનળી) માં સોજો પણ ચડે છે.
પેટની ઉપર અન્નનળી અને નીચે નાનું આંતરડું હોય છે. રાતે જમીને તરત સૂઈ જઈએ તો ખોરાક પચાવવા માટે પેટમાં ઝરેલો એસિડ ઉપરના કે નીચેના અવયવોમાં પેસીને એમાં ક્ષતિ પહોંચાડે છે. મોડી રાતે જમવાનું ચલણ વધતું જાય છે, એની સાથે અન્નનળીના કેન્સર વધતાં જાય છે.” * હૃદયરોગ અને રાત્રિભોજન
અમદાવાદના જાણીતો ડૉ. વી.એન. શાહ જીવનશૈલીને લગતા રોગો વિષે સંશોધન કરી રહ્યા છે. તેઓ કહે છે કે –
“હૃદયરોગના હુમલાના મોટા ભાગના કેસમાં સાંજે અથવા પરોઢિયે એટેક આવ્યાનું જોવા મળ્યું છે. જે સૂચવે છે કે રાત્રિભોજન બાદ એટેક આવ્યો હતો. એના મૂળમાં ભલે અનેક કારણો હશે, પણ એક કારણ એ તો ખરું જ કે રાતે અપચાને કારણે પેદા થયેલો ગેસ એટેક તરફ દોરી ગયો. હોંગકોંગ-ચીનમાં થયેલા તાજેતરનાં સંશોધન પણ સાબિત કરે છે કે નિયમિત વહેલી સાંજે ભોજન લેનારને હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા ઓછી રહે છે.
રાત્રિના જમણ-પ્રસંગોમાં પચવામાં ભારે હોય એવી વાનગીઓ વધુ પીરસવામાં આવે છે. બર્થ-ડે પાર્ટીમાં કેકનો ટુકડો આરોગો તો એમાંથી પાંચસો કેલરી મળે. પિઝામાંથી આઠસો કેલરી મળે. આ વધારાની કેલરી વાપરવા માટે પૂરતો શ્રમ થતો નથી. એથી આ વધારાની કેલરી ડાયાબિટીસ, હૃદયરોગ કે બ્લડ પ્રેશરની બિમારી નોતરી શકે. * આયુર્વેદ અને શત્રિભોજન
આયુર્વેદમાં આપણી હોજરીને કમળની ઉપમા આપી છે. કારણ કે સૂરજ ચડતો જાય તેમ તેમ આપણી હોજરી ખીલે છે. અને સૂરજ ઢળતો જાય તેમ તેમ આપણી હોજરી સંકોચાય છે. ખીલેલી હોજરીમાં નાંખેલું ભોજન સારી રીતે પચે છે. તેનાથી આરોગ્ય સારું રહે છે. સંકોચાયેલી
- રાતે ખાતાં પહેલાં
-