________________
શરૂઆત થઈ હોય, ત્યારે સામાન્યથી ઊંઘ ન આવે. અને જો એ સમયે ઉંઘ આવે તો પાચનક્રિયા ડિસ્ટર્બ થઈ જાય, અજીર્ણ દ્વારા અનેક રોગોને આમંત્રણ મળે. આનાથી બચવા માટે જો જાગરણ કરવામાં આવે તો ઉજાગરાને કારણે પાચનક્રિયા બગડે અને અજીર્ણ દ્વારા રોગો આવે. મોડા- ખૂબ મોડા સૂઈને પછી મોડા-ખૂબ મોડા ઉઠવું એ પણ નિદ્રાવિજ્ઞાનથી વિરુદ્ધ છે. શરૂઆતના ૯ થી ૧ સુધીના કલાકોની ગાઢ નિદ્રા સ્વાથ્ય માટે ખૂબ જરૂરી હોય છે. જેની પૂર્તિ સવારના કલાકો કરી શકતા નથી. માટે જ આપણે ત્યાં એક કવિતા પ્રસિદ્ધ છે -
રાતે વહેલા જે સૂવે, વહેલા ઉઠે વીર,
બળ બુદ્ધિ બહુ ધન વધે, સુખમાં રહે શરીર. આરોગ્ય માટે જરૂરી નિદ્રા રાત્રિભોજનને ટાળી દેવાથી જ મેળવી શકાય, એવું ફલિત થાય છે. * સૂર્યવિજ્ઞાન અને રાત્રિભોજન:- ભોજનને પચાવવા માટે ઓક્સિજન અત્યંત આવશ્યક છે. સૂર્યપ્રકાશ- ડે લાઈટ શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપી શકે છે. સૂર્યપ્રકાશમાં અસ્ટ્રાવાયોલેટ કિરણો અને ઈન્ફારેડ કિરણો હોય છે. તે વાતાવરણને સૂક્ષ્મ જીવાણુઓથી મુક્ત રાખે છે. સૂર્યપ્રકાશ દરમિયાન ભોજન લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. રાત્રે સૂર્યપ્રકાશની ગેરહાજરીને કારણે લોહીમાં હોર્મોન્સની કમી થાય છે. પરિણામે માનસિક તથા શારીરિક તંત્રની ક્રિયાત્મકતા ઓછી થાય છે. અને દરેક અંગેની કાર્યક્ષમતા ઘટી જાય છે. પાચનક્રિયા લાંબો સમય માંગી લે છે. અને મગજને પૂરતો લોહી-પૂરવઠો નહીં મળવાથી ગંભીર બિમારીઓ થઈ શકે છે. પાચનક્રિયા બરાબર ન થવાથી ગેસ ઉપર ચડે છે અને અલ્સર વગેરે દર્દની શક્યતા વધી જાય છે. સગર્ભાવસ્થામાં જે સ્ત્રીઓ સૂર્યપ્રકાશથી દૂર રહે છે અને રાત્રિભોજન કરે છે, તેમના બાળકો પૂર્ણતઃ સ્વસ્થ નથી હોતા. ૯ ડાયાબિટીસ અને રાત્રિભોજન :- રાતે લેવાતાં ભોજનમાં લાળ
- રાતે ખાતાં પહેલાં