________________
ડૉ. વિલિયમ્સ રોબર્ટ (મિડલે સેક્સ કેન્સર હોસ્પિટલ) - માંસાહારથી આ રોગની વૃદ્ધિ થાય છે, એવું આંકડાઓથી સાબિત થાય છે. ડૉ. સર જેમ્બ સોયર (M.D.ER.C.P) મારા ઊંડા અનુભવ પછી આ સિદ્ધ થયું છે કે માંસાહારથી ઇગ્લેંડમાં નાસૂરનું દર્દ ફેલાયું છે. ડૉ. હેગ-ધાન્ય, ફળ અને શાકના આહારથી રોગ થતો જ નથી. ડૉ. લીઓનાર્ડ વિલિયમ્સ - ૮૫% માંસાહારી પ્રજા ગળાની બીમારીઓ અને આંતરડાના રોગોથી દુઃખી થઈ રહી છે. જેનું મૂળ કારણ તેમનો માંસાહાર જ
પ્રોફેસર કીથ - માંસાહારથી દાંત, ગળા અને નાકના દર્દ ઉત્પન્ન થાય છે. ડૉ. પોલ કાર્ટન - માંસનો ખોરાક ડીસ્પેસિયા એપેન્ડી સાઇટીસ વગેરે રોગોને ઉત્પન્ન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ટાઈપો સંગ્રહણી વગેરેની તકલીફોને વધારે છે અને ક્ષય, નાસૂર જેવા પ્રાણઘાતક રોગોના જીવાણુઓને પ્રવેશ કરવા માટે સહાયક થાય છે. ડૉ. કોઝન્સબેલી - પશુ-પક્ષીઓના માંસમાં એપેન્ડી સાઇટીસના જંતુઓ હોવાથી શરીરમાં રહેલા માંસને આ રોગનો ચેપ લાગે છે. ડૉ. પોલ કાર્ટન - માંસનો ખોરાક ટાઇફોડ જેવા રોગના ઝેરી જંતુઓ માટે ખૂબ જ અનુકૂળ છે. ડૉ. એચ. એસ. બ્રુઅર - માંસ ખાવાવાળાઓની નસો અને ઘોરી નસો ભરાઈ જાય છે અને પાતળી પડી જાય છે. માટે તેમને ઓછો કે વધુ તાવ આવતો રહે છે. ડૉ. બોન નુરડન - માંસાહારથી લિવર, કિડની અને તેવા જ બીજા ભાગોને વધારે બોજો થાય છે. અને તેનાથી સંધિવાત અને લિવર તથા કિડની સંબંધી અન્યાન્ય પીડા ઉત્પન્ન થાય છે. ડૉ. પાર્કર સબ - માંસ ખાવાથી ગાઇડ, સંધિવાત અને કિડનીની પીડા ઉત્પન્ન થાય છે. ડૉ. સહેજે - પાગલપણાની બીમારી માંસભક્ષી લોકોમાં જ વિશેષથી જોવામાં આવે છે.