________________
આર્ષ વિશ્વ
આચાર્ય કલ્યાણબોધિ
આહાર મીમાંસા
વિશ્વના ધર્મોની દૃષ્ટિમાં
વિશ્વના બધા ધર્મોએ જીવમાત્રમાં પરમાત્માની ઝલક જોવા કહ્યું છે અને અહિંસાનો ‘પરમ ધર્મ’ રૂપે સ્વીકાર કર્યો છે. આહાર માટે પણ કોઈ જીવની હિંસા ન કરવી જોઈએ, આ વાત પર સર્વ ધર્મ એકમત છે. મોટા ભાગના ધર્મોએ તો વિસ્તારપૂર્વક માંસાહારના દોષ બતાવ્યા અને કહ્યું છે, કે માંસાહારથી આયુષ્યનો ક્ષય થાય છે, અને પતન થાય છે. જો કોઈ પણ વ્યક્તિ એવું માનતી હોય, કે મારા ધર્મમાં માંસાહારનો નિષેધ નથી, તો એ એનો ભ્રમ છે. ચાલો જોઈએ, કે આહારમીમાંસાના વિષયમાં વિભિન્ન ધર્મદ્રષ્ટિઓ શું કહે છે ?
-
(૧) હિંદુ ધર્મ - સર્વ જીવ ઈશ્વરના જ અંશ છે. અહિંસા, દયા, પ્રેમ, ક્ષમા આદિ ગુણો ઘણા મહત્ત્વના છે. માંસાહાર અત્યંત ત્યાજ્ય છે અને દોષપૂર્ણ છે. માંસાહાર કરવાથી આયુષ્યનો ક્ષય થાય છે. અથર્વવેદ (૮-૬-૨૩)માં કહ્યું છે - य आमं मांसमदन्ति पौरुषेयं च ये कविः । गर्भान् खादन्ति केशवास्तानितो नाशयामसि ॥
જેઓ કાચું કે પાકું માંસ ખાય છે, જેઓ ઇંડા ખાય છે, તેમનો અહીંથી અમે નાશ કરીએ છીએ. ઋગ્વેદમાં પણ કહ્યું છે, કે શાકાહાર એ સર્વોત્તમ આહાર છે અને માંસાહાર એ નિંદનીય છે. મહાભારતના અનુશાસન પર્વમાં કહ્યું છે કે માંસ ખાના૨, માંસનો વેપાર કરનાર અને માંસ માટે જીવહત્યા કરનાર - એ ત્રણે દોષિત છે. માંસાહારી જ્યાં પણ જન્મ લે છે, ત્યાં સુખપૂર્વક રહી શકતો નથી. ‘માંસ’નો અર્થ છે - માંસ મયિતાપુત્ર - જેનું માંસ હું ખાઈ રહ્યો છું, એ મને પરલોકમાં ખાશે.
ભગવદ્ગીતામાં કહ્યું છે કે માંસાહાર કુસંસ્કારોની તરફ લઈ જાય છે, બુદ્ધિને ભ્રષ્ટ કરે છે તથા રોગ અને આળસ આદિ દુર્ગુણો આપે છે.
५१