________________
તૂટી પડશે... હીબકા ભરી ભરીને રડી પડાશે. ને એ અશ્રુઓની ઉષ્મા જ દોષો ને દુઃખોના દરિયાને સૂકવી દેવા સમર્થ બનશે.
આ ગ્રંથને તેના મૂળરૂપે - સંસ્કૃત ભાષામાં માણવાનો જે આનંદ અને જે અનુભૂતિ છે, તે વર્ણનાતીત છે. આમ છતાં જેઓ સંસ્કૃત ભાષાના જાણકાર નથી, તેમના માટે સંતો અને સજ્જનોએ આ ગ્રંથનો અનુવાદ કર્યો છે. ‘ઉપમિતિ” એ વિશ્વનો અદ્વિતીય રૂપક ગ્રંથ છે. વિશ્વના અનેકાનેક ભાષાઓમાં તેનો અનુવાદ થઈ ચૂક્યો છે. ગુજરાતી અનુવાદની પાંચ આવૃત્તિઓ પણ થઈ ગઈ છે. તો સંક્ષેપરૂચિ વાચકોને અનુલક્ષીને સંસ્કૃત અને ગુજરાતીમાં તેના સારોદ્ધારો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. પશ્ચિમી વિદ્વાનો આ ગ્રંથની અસ્મિતા પર ઓવારી ગયા છે, ને આપણી દશા...ઘર કી મુર્ગી...
ચાલો, બધા લઈ ગયા, તમે રહી ગયા - આ સ્થિતિમાંથી બહાર નીકળીએ...આત્માર્થી બનીએ...આત્મકથાની અજાણતાના કલંકનું પ્રક્ષાલન કરીએ...ક્યાંક વાંચેલી આ પંક્તિઓ
પાત્રો, સંવાદો ને પ્રસંગો છે છતાં, જિંદગી, વાંચ્યા વગરની વારતા.
સવાલ માત્ર જિંદગીનો નથી, જનમો જનમનો છે. અનંત ભૂતકાળની ભૂલોને સમજીને અનંત ભવિષ્યકાળને સુધારવાનો છે. સુરેપુ લિં વહુના ? બહુશ્રુત ગુરુ ભગવંતનું શરણ લઈએ....આ કથાનો રસાસ્વાદ લઈએ અને કૃતાર્થ બનીએ.
પરમ તારક સર્વજ્ઞવચન વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્ અવશેષ દૂર થઈ જાય,
જીવનનું સાર્થક્ય તો શિલા એ જ શિલ્પ છે.
સર્જનમાં નહીં દોષો દૂર થઈ જાય.
વિસર્જનમાં છે. તો આત્મા એ જ પરમાત્મા છે.