________________
હોય છે એનો પરલોક. લીમડો વાવ્યા પછી આમ્રફલોની આશા વ્યર્થ છે. જ્ઞાની સમજે છે, કે વિસર્જન જેવું સર્જન બીજું કોઈ જ નથી. દોષોનું વિસર્જન એ જ આત્મગુણોનું સર્જન છે. ઉપનિષદોનો સંદેશ યાદ આવે છે - ઉપાધનાશાત્ ત્રીવા
દોષોનું વિસર્જન એ જ દુઃખોનું વિસર્જન છે. આના સિવાય દુઃખમુક્તિનો બીજો કોઈ ઉપાય નથી. આગમ આ જ વાત કહે છે – રાસ તો ય સંgUUU
તસોવë સમુવેઃ મોવë ! બાવળ પર પ્રેમ રાખીને કાંટાઓની ફરિયાદ કરવી જેમ વ્યર્થ છે, તેમ દોષો સાથે દોસ્તી રાખીને દુઃખોની ફરિયાદ કરવી પણ વ્યર્થ છે. આગમ કહે છે – ગુદ્ધારર્દ નુ સુદં . અતિ દુર્લભ આ મનુષ્ય દેહનું સાફલ્ય અંતર્યુદ્ધ કરવામાં છે, પરમ પરાક્રમથી દોષોને પરાજિત કરીને જવલંત વિજય મેળવવામાં છે.
‘ઉપમિતિ” આ જ તત્ત્વને રોચક કથા દ્વારા પ્રસ્તુત કરે છે. લગભગ સોળ હજાર શ્લોક પ્રમાણ આ ગ્રંથ આઠ પ્રસ્તાવોમાં વિભક્ત છે. એક એક પ્રસ્તાવ આવતો જાય છે...એક એક ઘટનાનું જાણે જીવંત પ્રસારણ (લાઈવ ટેલિકાસ્ટ) થતું જાય છે, ને સંસારનો પર્દાફાશ થતો જાય છે. મનોમંથનને આલંબન મળતું જાય છે. હિંસા અને ક્રોધ કરેલી નંદિવર્ધન રાજકુમારની દુર્દશા. અહંકાર અને અસત્યનું રિપુદારણ રાજાએ ભોગવેલ કડવું ફળ...ચોરી અને કપટથી નિર્મિત વામદેવની દર્દનાક કથા...લોભ અને મૈથુને કરેલા ધનશેખરની બરબાદી...મહામોહ અને પરિગ્રહ કરેલ ઘનવાહન રાજાનું સત્યાનાશ...
પળે પળે ઉત્તેજના ઉપજાવતી કથા ચાલતી રહે છે ને પડદાઓ ખસતા જાય છે...એક પછી એક...વાચક પ્રતીતિ કરે છે...આ તો મારી જ વાત... મારી જ કથા.. હું જ નાયક..હું જ ખલનાટક. દુર્ભાગ્ય એ જ - આજ સુધી આનાથી અજાણ રહ્યો. સભાગ્ય એ જ – આજે આ પર્દાફાશ થયો. યોગશાસ્ત્રની સૂક્તિ યાદ આવે છે - માત્મા જ્ઞાનમä ટુઃ-માત્મજ્ઞાનેન હેતે ! દુઃખનો જન્મ થાય છે આત્માના અજ્ઞાનથી ને દુઃખનો વિનાશ થાય છે આત્માના જ્ઞાનથી.
શાખા અને પ્રશાખાઓથી વૃક્ષ સમૃદ્ધ બને છે. કથા અને અવાંતરકથાઓએ આ ગ્રંથને સમૃદ્ધ બનાવ્યો છે. સ્પર્શ સુખની આસક્તિએ કરેલ “બાલ'ની વિડંબના આંચકો આપે છે...સ્વાદલોલુપતાએ કાઢેલ “જડ'નું ધનોતપનોત કમકમાટી ઉપજાવે છે.. સુગંધનાં આશિક “મંદ’ની યાતના સ્તબ્ધ કરી દે છે...રૂપના માશુક “અધમની