SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ LOGIC મારી વ્હાલી, “સત્ય” એટલે શું ખબર છે? આપણને લાગ્યું એ સત્ય - એવું નથી. જે હોય એ સત્ય – એવું પણ નથી. વ્યાકરણ આધારિત વ્યુત્પત્તિશાસ્ત્રમાં સત્યની અદ્ભુત વ્યાખ્યા કરી છે. सद्भ्यो हितम् - सत्यम् જે હિતકારક હોય તે સત્ય. માટે જ યોગશાસ્ત્રમાં કહ્યું છે – तत् सत्यमपि नो सत्यमप्रियं चाहितं च यत् । તે સત્ય પણ સત્ય નથી, જે અપ્રિય કે અહિતકર છે. મારી વ્હાલી, વડીલો પ્રત્યે આપણો આદર જળવાઈ રહે, એ હિતકર છે. ઉપકારી પ્રત્યે આપણી કૃતજ્ઞતા અકબંધ રહે, એ હિતકર છે. કોઈના હૃદયને આપણાથી ઠેસ ન લાગે, એ હિતકર છે. ઘરનું વાતાવરણ તંગ ન થઈ જાય, એ હિતકર છે. બીજાના હૃદયમાં આપણું સ્થાન જળવાઈ રહે, એ હિતકર છે. You can see my daughter, Logic is logically false. દુનિયાના શ્રેષ્ઠ વિચારકોએ કહ્યું છે, “વાગ્યુદ્ધમાં હારી જનાર જ જીતતો હોય છે.” “તમને જો દુશ્મનો જોઈતા હોય, તો તમે તમારા મિત્રો કરતાં ચઢિયાતા થજો . પણ જો તમને મિત્રો જોઈતા હોય, તો તમારા મિત્રોને તમારા પર સરસાઈ મેળવવા દેજો.”
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy