SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ લવ યુ ડોટર જે અભિપ્રાયો હોય, એ તું એક કાગળમાં લખી દે. એ કાગળને એક કવરમાં મૂકી દે. દશ વર્ષ પછી એ કવર તું ખોલજે. એ કાગળ વાંચજો અને તારા મનને એક પ્રશ્ન કરજે, કે તું આ વિચારો અને અભિપ્રાયો સાથે સમ્મત છે ખરી ? તું મારી વાત સમજી રહી છે ને? દશ વર્ષ પછી એ જ બાબતોમાં તારા વિચારો ને અભિપ્રાયો સાવ જ બદલાઈ ગયા હોય, એ શક્ય છે. બેટા, સમયમાં માત્ર સમય નથી હોતો. નવું જ્ઞાન, નવા અનુભવો, નવી સમજણ... આ બધું પણ હોય છે. જે આપણા મનને પ્રૌઢ બનાવે છે. વધુ વિકસિત બનાવે છે. ચાલીશ વર્ષની ઉંમરે અમારા મનની જે સ્થિતિ છે કે સાઇઠ વર્ષની ઉંમરે તારા દાદા-દાદીની જે વિચાર-પ્રૌઢતા છે, તે તારામાં બાર-તેર વર્ષે ન જ હોય ને? અમારું અને તારું મંતવ્ય એક જ હોવું જોઈએ, એવો અમારો કોઈ જ આગ્રહ નથી, બલ્ક, હું તો ત્યાં સુધી કહું છું, કે એવું થવું શક્ય પણ નથી. હું તો એટલું જ કહું છું. મારી વ્હાલી, કે અમારું મંતવ્ય રજૂ થાય ને તું તરત એને કાપી નાંખે, એ યોગ્ય ખરું?
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy