________________
DRESS
પછી નાના-મોટા સ્ત્રીરોગો અને વંધ્યત્વ સુધીના દોષો
એ સ્ત્રીને ઘેરી વળે છે,
જેના મૂળમાં પહેરવેશ વગેરેની પસંદગીની ભૂલ હોય છે. વિદેશમાં બે છોકરાં પરણે કે બે છોકરીઓ પરણે
ને કાયદાએ એને માન્યતા પણ આપવી પડે,
એના મૂળમાં આવી ભૂલો પણ રહેલી હોય છે. મારી વ્હાલી,
એક સ્ત્રી માટે ‘મા' બને ને ?
ત્યારે
એ એના સંતાનને ધવડાવે ત્યારે તો ઠીક,
એ એને અડે તો ય એનું માતૃત્વ સતેજ થઈ જાય,
અને એની છાતીમાંથી દૂધ ઝરવા લાગે,
એનાથી પણ આગળ વધીને
એના સંતાનને માત્ર જુએ કે એને યાદ કરે
તો ય વાત્સલ્યની આ પ્રતિક્રિયા થઈ શકે.
આજે
ઘણી મોડર્ન મમ્મીઓ
ધાવણા બાળકને ઢોરના દૂધને હવાલે કરી દે છે,
એમને કોઈ કારણ પૂછે
તો સાવ સાચો જવાબ આપે છે -
‘ધાવણ આવતું નથી.’
જૂના માણસોને આશ્ચર્ય થાય છે,
આવું બની જ શી રીતે શકે ?
સગાં દીકરાને ધવડાવતાં ય ધાવણ ન આવે...???
પણ એનો જવાબ સરળ છે.
આ બધી ક્રિયા-પ્રક્રિયા એક ‘મા’ની જ થઈ શકે,
૬૩