________________
DRESS
સ્ત્રી જો એ વાસનાલંપટોને વશ થાય,
તો એનું ચારિત્ર, એનો ઘર-સંસાર, એની સુખ-શાંતિ
આ બધાંનો સત્યાનાશ વળી જાય.
ફોટા-ફિલ્મોની ધમકીઓ
એને કાયમ માટે આર્થિક રીતે અને શારીરિક રીતે
બ્લેકમેઇલ કરતી રહે.
અને જો સ્ત્રી એમને વશ ન થાય,
તો એ શિકારીઓ એના પર બળાત્કાર કરે,
શારીરિક હુમલાઓ કરે, એના પર ઍસિડ છાંટી દે,
એની હત્યા કરી દે
કે છેવટે કાંઈ નહીં તો એની બદનામી કરી દે.
મારી વ્હાલી,
મર્યાદાકવચનો કોઈ જ વિકલ્પ નથી.
કાયદો, દંડની જોગવાઈ, પોલીસ, વુમન હેલ્પલાઇન આ બધું જ પાંગળું છે.
મોટા ભાગના કેસો નોંધાતા નથી,
નોંધાય તો અપરાધીઓ પકડાતાં નથી,
પકડાય તો સહેલાઈથી છૂટી જાય છે,
કદાચ એમને કોઈ નાની-મોટી સજા થઈ પણ જાય,
પણ સ્ત્રીને જે નુકસાન થયું,
એમાં શું ફરક પડશે ?
માણસ કદાચ કૂતરાને મારી પણ નાખે,
તો ય એ કરડ્યો છે એ તો કરડ્યો જ છે,
એને મારી નાંખવાથી તમને થયેલ ‘ઘા’ રદબાતલ થઈ જતો નથી.
મારી દીકરી,
આવા કિસ્સાઓમાં ગુનેગારનો ગુનો સાબિત કરવાનો બાકી હોય છે,
૫૧