SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ લવ યુ ડોટર મોત તો કદાચ એના કરતાં ઘણું સસ્તું હશે. એ વ્યથા એના કરતાં પણ ભારે હોય છે. Dress-point પર માતા-પિતા સાથે દલીલો કરતી જમાનાના હવાલા આપતી, ‘બધી ફ્રેન્ડ્સ’નું બહાનું રજૂ કરતી, Fashion કે Comfertના નામે વાત ઉડાવી દેતી છોકરીઓને આ વ્યથાનો કોઈ જ ખ્યાલ હોતો નથી. બેટા, સિંહ જેવો પણ બાપ હોય ને, એ ય દીકરીના લગ્નના માંડવે વિદાયની વેળા આવે, ત્યારે સાવ જ ભાંગી પડતો હોય છે. આવા સમયે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડતાં પિતાઓને મેં સગી આંખે જોયાં છે. અનિલભાઈ જોષીની પેલી પંક્તિઓ યાદ આવે - દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત, તો જાણત અંધારું શી ચીજ છે ? મારી વ્હાલી, મેં એવા પિતાને જોયાં છે, જેમની પાસે બંગલો ને ગાડી છે, દીકરીઓ ઠરીઠામ છે. પ્રેમાળ પરિવાર છે ને આરોગ્ય સારું છે, છતાં ય તેઓ દુઃખી છે, કારણ કે એમની દીકરી દુ:ખી છે. મારો કહેવાનો આશય એ જ છે, કે દીકરીની સાથે આવું સ્નેહાદ્વૈત અનુભવતા અને દીકરીને કેન્દ્રમાં રાખીને જીવતા પિતાની વ્યથા
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy