SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ MAKE-UP ૪૩ પણ કોઈ પ્રેસ-રિપોર્ટર જતો હતો, એની સાથે સાથે એ ય ઘુસી ગયો. રિપોર્ટર એક એક્ટ્રેસને મળ્યો. ઇન્ટરવ્યુ ચાલુ થયો, છગન ત્રણ ફૂટ પાછળથી જોવા લાગ્યો. સંવાદ ચાલુ હતો ત્યાં એક્સેસ પાસે કોઈ વ્યક્તિ આવી. એક્સેસે રિપોર્ટરને કહ્યું, “આમને મળો, એ મારા પતિ છે.” રિપોર્ટરે કહ્યું, “તમારા દરેક પતિને મળીને મને ખૂબ જ આનંદ થાય છે.” અમેરિકન કે યુરોપિયન લેડી જે એના ચોથા પતિની આઠમી પત્ની છે, એના જીવનની યાતનાઓને તું જાણી શકે, તો મારી વાત તને બરાબર સમજાઈ જશે. આપણે ત્યાં એ સ્થિતિ નથી, પણ આપણે એ સ્થિતિની દિશામાં આગળ વધી રહ્યા છીએ. બેટા, ત્યાં સ્ત્રી જેવી સ્ત્રી સિગારેટ, દારૂ અને ડ્રગ્સની બંધાણી થઈ જાય, ચિત્ર-વિચિત્ર રોગોનો ભોગ બની જાય, અને માનસ-ચિકિત્સકની મુલાકાતો લેતી થઈ જાય, એ બધું જ કહેવાતા નારી-સ્વાતંત્ર્યની કિંમત હોય છે. ખૂબ જ ભારે કિંમત. જેના આખરી હપ્તાઓમાં પાગલપણું અને આઘાત પણ હોઈ શકે છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy