________________
૩૩૮
લવ યુ ડોટર આમાં કદાચ સ્ત્રી જીતી જાય, તો ઘરની કમાનારી વ્યક્તિ એક વર્ષ સુધી જેલમાં રહે તેની સજા આખા ઘરે ભોગવવાની રહે. ઘરમાં સ્ત્રી-સભ્યોની સુરક્ષા વગેરેના પ્રશ્નો ઊભા થાય તે જુદા. વાત આટલેથી પતતી નથી. જેલમાંથી પાછા આવ્યા પછી પોતાને જેલમાં મોકલનાર અને દંડ કરાવનાર સ્ત્રી સાથે એ પુરુષનો વ્યવહાર કેવો હશે? એ સ્ત્રીનું ભવિષ્ય કેવું હશે? Can you imagine my daughter ?
આ તો જીત પછીની વાત છે, બાકી તો કાયદાના આશરે દીકરીને ન્યાય અપાવવા જતા કોઈ પણ બાપને આંખે પાણી આવી જાય છે. પહેલા તો કાયદાના દુરુપયોગના નામે પોલિસ સ્ટેશનથી જ કેસ રફેદફે થતો જોવા મળતો હોય છે. ક્યારેક ફરિયાદ વધુ મજબૂત હોય, તો વકીલો આડા અવળા વળાંકે ચડાવી દે છે. લાંબા સમયે કેસ ચાલે