________________
૩૩૪
લવ યુ ડોટર
એના માથામાં વાગી ગયો.
સિઝન બોલ હતો.
જોરદાર માર વાગ્યો હતો.
બધાં ભેગા થઈ ગયા.
છગન તો
એવો ને એવો સ્વસ્થ ઊભો હતો.
બધાંના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે છગનને પૂછ્યું,
“તમે વગર હેલ્મેટે આવો માર
શી રીતે સહન કરી શક્યાં ?’’
છગને જવાબ આપ્યો.
“આનું શ્રેય
મારી પત્નીના વેલણને જાય છે.’
બેટા,
વેલણ-કથા ઘણી દર્દનાક છે.
અહીં જે આંકડાઓ કહ્યા,
તે તો ઘણા ઓછાં છે.
ઘરેલું હિંસાની ફરિયાદ કરવી
એ સ્ત્રી માટે જેટલી સરળ છે.
એટલી જ પુરુષ માટે ઠિન છે. કેટલાંય પુરુષો
જોરૂ કા ગુલામ બનીને
મૂંગે મોઢે સહન કરે છે.
પણ પુરુષત્વનું ગૌરવ ન હણાય
તેથી બહાર કહેતા નથી.