________________
૩૨૫
FEEDING એક લેખક – દિનકરભાઈ જોષી. એમણે એક સરસ જાત-અનુભવ લખ્યો છે. સૌરાષ્ટ્રના એક નાના ગામમાં એક ઘરે એ મહેમાન તરીકે ગયા હતા. મોટું સંયુક્ત કુટુંબ હતું. કુટુંબના વડા સાથે દિનકરભાઈ વાત કરી રહ્યા હતા. પરિવારની એક બાળકી ત્યાં આવી અને પૂછ્યું – “દાદા, રસોઈ થઈ ગઈ છે. મમ્મી પૂછે છે કે ભાણું માંડી દઈએ ?” દાદાએ સમ્મતિ આપી. પહેલા માત્ર પુરુષોની પંગત બેઠી. પરિવારની સ્ત્રીઓ પીરસવા લાગી. દિનકરભાઈએ જોયું કે જમતા જમતા જે વસ્તુ ખૂટે એ વસ્તુ માંગવી પડતી ન હતી. હવે બસ એમ કહી શકાય, પણ કઢી લાવો, શાક લાવો આવું કાંઈ કહેવાની જરૂર જ નહીં. દિનકરભાઈએ જીવનમાં એક અપૂર્વ અનુભવ કર્યો. પુરુષોની પંગત જમી રહી એટલે પછી સ્ત્રીઓ જમવા બેઠી. ૯૦ વર્ષના એ કુટુંબના વડીલને