________________
PARENTING
૩૨૧
ત્યાગશીલતા, શ્રમશીલતા, સ્વાવલંબિતા, સંયમ, કરુણા, પવિત્રતા, પ્રામાણિકતા આ બધાં સગુણો બાળકના જીવનની ખરી સંપત્તિ બની રહે છે. જીવનમાં જેટલી જરૂર ખોરાક, પાણી અને હવાની છે એટલી જ જરૂર સદ્ગણોની છે. My dear, સૌ પ્રથમ તારા પોતાના જીવનમાં આ સગુણોને જીવંત બનાવવા માટે પ્રયાસ કર અને પછી તારા સંતાનમાં એ સગુણો ઉતરે એ માટે તારી બધી જ શક્તિ લગાડી દે જે. સાચી મા સંતાનના ફક્ત શરીરનો જ નહીં મન અને આત્માનો પણ વિચાર કરે છે. એની સગવડોનો જ નહીં. એના સગુણોનો પણ વિચાર કરે છે. એના વર્તમાનનો જ નહીં એના ભવિષ્યનો પણ વિચાર કરે છે. મારી વ્હાલી, આ રીતે જ સંતાનો પણ સુખી થઈ શકે
અને
માતા-પિતા પણ સુખી થઈ શકે.