________________
૨૫૨
લવ યુ ડોટર
મહાભારતના વન પર્વની એક ઘટના છે.
એક યક્ષ
યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે -
“સંસારી પુરુષનો ઘનિષ્ઠ અને સાચો મિત્ર કોણ ?’ યુધિષ્ઠિર જવાબ આપે છે –
“પત્ની.”
Yes my daughter,
she is a nearest true friend.
જે આવી હોય.
તે જ ખરા અર્થમાં પત્ની છે.
બાકી તો ઉપાધિ છે.
સાચી મિત્ર કોને કહેવાય ?
જેનામાં સ્વાર્થનો છાંટો ન હોય.
જે પૂર્ણ હિતકામી હોય.
જેને પોતાની - વ્યક્તિગત આકાંક્ષા ન હોય.
=
જે તમારા સુખમાં જ પોતાનું સુખ માને.
જે બધી રીતે તમારું ભલું જ ઇચ્છે.
જે પોતે ઘસાઈને તમારું સારું કરવા પ્રયાસ કરે
અને આ બધું જ કર્યા પછી ય
જેને આ બધું પોતાના માટે જ કર્યું હોય
એવો અહેસાસ થાય.
મારી વ્હાલી,
સુખ માટે રડીને... રઝળીને... રોક્કળ કરીને જે મળે છે
એ હકીકતમાં સુખ નથી હોતું,
સુખની ભ્રમણા હોય છે.