________________
ART
My daughter
There are so many types of the art. રાઈટીંગ, એકાઉન્ટિંગ, ડ્રોઇંગ, સ્વિમિંગ, પ્રોગ્રામિંગ, ડિઝાઇનિંગ, માર્કેટિંગ...etc...etc.. અહીં જે વાત છે
તે Life art ની છે.
બીજાને દુઃખ આપ્યા વિના સુખી થવાનું Art. બીજાને તડકો આપ્યા વિના છાયો માણવાનું Art. બીજાને પાછળ કર્યા વિના આગળ રહેવાનું Art. બીજાને હરાવ્યા વિના જીતતા રહેવાનું Art. બીજાને અશાંત કર્યા વિના શાંતિ પામવાનું Art.
મારી વહાલી,
જેને Life art નથી આવડતું
એનું બીજું બધું જ Art ફોગટ છે
બેટા,
એક સ્ત્રી માટે Most important life art હોય તો એ છે
નવા કુટુંબના સરોવરમાં ભળી જવાની કળા. પતિના મા-બાપ-બહેન સાથે સ્નેહભર્યા સંબંધ...
પતિ-સાસુ-સસરા ઇચ્છે એવું વર્તન... પ્રસન્ન મૌન વ્યક્તિત્વ...
આત્મીયતાની મઘમઘતી સુવાસ...
કોઈ પણ વાતમાં પૂર્ણ નિરાગ્રહિતા... બીજાને મોટા કરવાની ટેવ...
બીજાને યશ આપી દેવાની સહજ વૃત્તિ...
૨૩૯