________________
૨૩)
લવ યુ ડોટર અહમ્ છોડીને પોતે ભૂલ ન કરી હોય તો ય પ્રેમથી પોતાની ભૂલ સ્વીકારી લેવાથી વાતાવરણ સ્વર્ગીય બની જાય છે. આપણે ત્યાં એક લોકગીતમાં આ આખું ય સાયન્સ એક જ પંક્તિમાં આપી દીધું છે. બહેની બા સાસરિયામાં નીચી નજરે હાલજો. My dear, This is the top secret of a happy married life. સ્વર્ગનું મૂલ્ય આટલું જ છે – નીચી નજર.
દશવૈકાલિક આગમ કહે છે – णीयं सेज्जं गई ठाणं णीयं च आसणाणि य । णीयं य पाए वंदिज्जा णीयं कुज्जा य अंजलिं ॥ શિષ્ય ગુરુ કરતાં નીચી ભૂમિએ સૂવું, ગુરુની પાછળ ચાલવું, ગુરુથી નીચે રહેવું. ગુરુથી નીચે બેસવું, નમીને ગુરુચરણોમાં વંદન કરવું અને નમીને ગુરુની સમક્ષ અંજલિ કરવી. સાધનાજીવનને સફળ કરવાનું સમગ્ર રહસ્ય આ એક જ શ્લોકમાં સમાયેલું છે.