SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ ENGAGEMENT કેટલું જૂઠું ને કેટલું બિહામણું છે આ બદલાયેલું ચિત્ર ! સાચી સિસ્ટમ એ જ હતી. જેમાં વડીલો જ અંદરખાનેથી કુલ-શીલ-સંસ્કાર વગેરે બધી બાબતોને નિશ્ચિતરૂપે જાણી લેતા, અને પછી ઠીક લાગે તો પોતે જ જઈને લગ્ન નક્કી કરી દેતાં. આ સિસ્ટમ સમસ્ત સમાજને સતત સારા રહેવાની પ્રેરણા આપતી રહેતી. ખોટું કામ કરતાં લોકો ડરતાં. સંસ્કારો જળવાઈ રહેતા અને પરસ્પર સંસ્કારી પાત્ર મળવાથી એક સુખી જીવનના શ્રીગણેશ થઈ જતાં. વડીલો એ આપણા દુશ્મન નથી બેટા, એમના જેવા હિતેચ્છુ આપણા માટે બીજા કોઈ જ નથી. આજની જનરેશન એમના જ્ઞાનનો, એમના અનુભવનો અને એમની હિતેચ્છતાનો લાભ લેવાને બદલે એમનો વિરોધ કરતી ને એમનો સામનો કરતી થઈ ગઈ છે, એ આ જનરેશનનું બહુ મોટું કમનસીબ છે. મારી વ્હાલી, આપણે ત્યાં સુથારનો દીકરો સુથાર બનતો. લુહારનો દીકરો લુહાર બનતો.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy