SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ 11 SECRETS શેઠાણી થઈને T. V. સામે બેઠા રહેવાથી કે Shoping અને Party celebrations કર્યા કરવાથી આપણે સુખી થઈ ગયા છીએ એવું માનવું એ નરી ભ્રમણા છે. Ultimately આ દુઃખનો રસ્તો છે. સુખનો રસ્તો છે સાત્વિક કાર્યશીલતા. પૂરતાં અને સાચી દિશાના શ્રમનો બીજો કોઈ જ વિકલ્પ નથી. My dear, ગુજરાતનો એક પ્રદેશ છે – કાઠિયાવાડ. એમાં કાઠી સમાજ વસે છે. આ સમાજમાં જ્યારે દીકરીને વળાવવાની હોય ત્યારે માતા દીકરીને એક ખાસ શીખ આપે છે – “બેટા, રોજ સૂરજ વંદના કર્યા પછી તું બે હથેળીઓને જોજે અને એક પ્રશ્ન કરજે કે તારી આ બે હથેળી ગઈ કાલ જેવી જ છે? કે વધુ ઘસાયેલી છે? જો ગઈ કાલ જેવી જ હોય તો ગઈ કાલ કરતાં આજે થોડું વધુ કામ કરજે.” મારી વ્હાલી, શારીરિક રોગોના ઉપચારો માનસિક મૂંઝવણોના સમાધાનો સાસુ-દેરાણી-જેઠાણી-નણંદ સાથેના મધુર સંબંધો અને તંદુરસ્ત ચારિત્રનો ઉપાય આ બધું જ એ કાઠી “મા'ની આ એક જ શીખમાં સમાઈ જાય છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy