________________
11 SECRETS
૧૩૫
બેટા,
I know,
New generation આજે Western Musicની પાછળ પાગલ છે. પણ એને ખબર નથી. કે વિદેશમાં આજે પાગલખાનાઓ ઉભરાય છે. તેમાં આ ઢંગધડા વગરના નાચ-ગાન અને વલ્ગર શબ્દોવાળા ગીતોનો પણ ફાળો છે જ. આ વસ્તુ જ એટલી વિકૃત છે. કે એ વિકૃત માનસને જન્મ આપે છે અને પછી મનોચિકિત્સકોના ક્લીનિક્સ ઉભરાવા લાગે છે, ગુનાઓ વધે છે અને શરમજનક નીચ કૃત્યો પણ વધવા લાગે છે. Music હોય, speech હોય કે Live - face to face talk હોય. એમાં spirituality હોવી ખૂબ જ જરૂરી છે. તું એનો આગ્રહ રાખીશ. તો ઘણી હોનારતોમાંથી બચી જઈશ. મારી વ્હાલી, આમાંથી ઘણી બધી વસ્તુઓ એવી છે, જે સારા Friend-Circleથી ખૂબ સરળ થઈ જાય છે. જેવી તારી બહેનપણીઓ હશે, એવી જ તું થઈશ. સાત્ત્વિક વાંચનની બાબતમાં મેં જે કહ્યું, તે બધું જ સાત્ત્વિક શ્રવણની બાબતમાં પણ લાગુ પડે છે.