SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 11 SECRETS તો આપણે બિલકુલ શરમાવું ન પડે. બેટા, આપણું ગૌરવ તો એ ભૂમિકા સુધી પહોંચવામાં છે, કે જેમાં આપણા બધા જ વિચારો જાહેર થઈ જાય, તો ય આપણા સન્માનને કોઈ આંચ ન આવે, બલ્કે આપણું સન્માન વધી જાય. પણ એ ભૂમિકા ક્યારે મળે ? જ્યારે આપણી બધી પ્રવૃત્તિ સારી હોય. સારી પ્રવૃત્તિ એ સારા વિચારોની એક માત્ર આધારશિલા છે. આજે પણ એવા સેંકડો પુસ્તકો મળે છે, જે આપણા સદ્ગુણોનું જતન કરે, આપણા દોષોને દૂર કરે, જીવન જીવવાની આપણને નવી જ ઊર્જા આપે અને આપણા આત્માનો ખરો વિકાસ સાધી આપે. My dear, Good books are the nector on the earth & bad books are the most dangerous poison. Always beware of those. નબળું વાંચન મનને અસ્થિર અને ચંચળ બનાવે છે. પ્રસન્નતાને ચોરી લે છે. નકારાત્મક વિચારોને જન્મ આપે છે. અને પરિણામે જીવનના દરેક ક્ષેત્રમાં માણસને પાછો પાડે છે. ત્યાં સુધી, કે એનું શરીર પણ માંદુ પડે છે. ૧૩૧
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy