________________
૧૨૨
લવ યુ ડોટર
તેઓ બહુ સહજતાથી વિચારે છે
-
Give & take એમાં ખોટું શું છે ?
દાદરો ચઢીને ઉપર જવું
એના કરતાં આ સેક્સ-એસ્કેલેટર શું ખોટું ? My dear,
They don't know, what's not wrong here. ખોટા રસ્તે મળેલી સફળતા કે સંપત્તિ
હંમેશા ટૂંકા ગાળાની હોય છે.
કારકિર્દી પાછળ દોડતાં
કદાચ ગાડી અને બંગલો મળી જાય છે,
પણ પરિવારથી... શાંતિથી... સ્વસ્થતાથી
અને સાચા સુખથી વિખૂટા પડી જવાય છે. મારી વ્હાલી,
સફળ અને પૈસાદારની વ્યાખ્યા
રોજ બદલાય છે.
સૌથી વધુ સંપત્તિ ધરાવનારાઓના લિસ્ટમાં
દર વર્ષે ફેરફાર થાય છે.
આજે ફિલ્મોમાં સુપરસ્ટાર કોઈ એક છે,
તો કાલે કોઈ બીજો છે.
જે આ બધી રેસમાં ઉતરે છે.
એને જીવનભર દોડ્યા જ કરવું પડે છે,
એ પણ કેટકેટલા અનિચ્છનીય સમાધાનો સાથે.
તો એવી રેસમાં ઉતરવા કરતાં
સારા અને સાચા બનવું, એ જ વધુ સારું નહીં ? ખરી રીતે તો આને જ સફળતા કહેવી જોઈએ.
અને આને જ સંપત્તિ કહેવી જોઈએ.