________________
SILENCE
૧૦૩
બેટા, બોલ બોલ કરતી આ દુનિયાને ખબર નથી, કે મૌનમાં કેટલો આનંદ છે ! શેક્સપિયરે લખ્યું છે – Silence is the perfectest herald of joy, I were but little happy, If I could say how much. મારી વ્હાલી, મૌન એ આત્માની માતૃભાષા છે. એમાં આત્માને જેટલી સુવિધા અને અનુકૂળતા રહે છે, એટલી બીજે ક્યાંય રહેતી નથી. માણસ પોતાની ભૂલો ઢાંકવા માટે કે પોતાની અધુરપ છુપાવવા માટે પણ બોલ બોલ કરતો હોય છે, પણ એક વાત એ ભૂલી જાય છે, કે વાચાળપણું એ પણ એક પ્રકારની ભૂલ અને અધુરપ જ છે, નીતિશાસ્ત્રમાં લખ્યું છે – મૌર્ય સ્નાયવર - બોલ બોલ કરવાની ટેવથી નામોશી થાય છે. મૌનમુનતિવારમ્ - મૌનથી ઉન્નતિ થાય છે. મુવૃત્ત નૂપુર પાવે - ઝાંઝર બોલકણું છે, તેથી પગમાં પહેરાય છે.
રાતે વિરાજતે - હાર મૌન છે, તેથી ગળામાં શોભે છે. મારી લાડલી, રમણ મહર્ષિએ સાચું જ કહ્યું છે “મીન એ સર્વોત્તમ ભાષા છે.” મૂર્ખ માણસ