________________
બાર વાત યાદ રાખવાની ટ્રીક
વાતો પરથી “અસણં, પાછું, ખાઈએ.' વગેરે શબ્દો યાદ આવે તે રીતે પૌષધની પથારીનું બરાબર પડિલેહણ ન કર્યું હોય તેના પરથી “અપ્પડિલેહિય દુપ્પડિલેહિય...' વગેરે અતિચારો યાદ આવે. ૧૨. બારમા વ્રતમાં અતિથિ સંવિભાગની વાત આવે છે એટલે શ્રમણ (સાધુ)ને, નિગ્રંથને ગોચરી વગેરે વહોરાવવાની વાત આવે છે એના પરથી “સમણે નિગૂંથે..” વગેરે શબ્દો યાદ આવે છે. તે પ્રમાણે સચેત વસ્તુ પર અચેત વસ્તુ આપી હોય વગેરે અતિચારો પરથી “સચિત્ત નિખેવાયા.' વગેરે અતિચારો યાદ આવે.
પ્રતિક્રમણ બોલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
પ્રતિક્રમણ જાહેરમાં બોલાવવું એ પણ એક કળા છેઃ બોલાવતી વખતે એક એક શબ્દ સમજાય, દરેક વાક્યનો અર્થ સમજાય, એવી રીતે બોલાવવું જોઈએ તો સાંભળનારને રસ પડે, સમજણ મળે અને એનું ધ્યાન પ્રતિક્રમણમાં જ લાગેલું રહે. જ્યાં જ્યાં પૂર્ણ વિરામ (.), અર્ધ વિરામ () અને સેમીકોલન આવે ત્યાં થોડું અટકીને બોલવું.
પ્રતિક્રમણ બોલાવવામાં ઉચ્ચારણની ભૂલો: ૧. તસ્સ ઉત્તરીના પાઠમાં “એવ માઈ એહિં આગારેહિં” ને બદલે ઘણા લોકો એવ માઈ આગારેહિં' બોલાવે છે. અહિં શબ્દ બોલાવતા નથી. ૨. ઈચ્છામિ “ખમાસમણાં'ના પાઠમાં ઘણા લોકો ખમાસણો” એમ બોલાવે છે. “ખમાસમણા' આ શબ્દ આ પાઠમાં ૪ વખત રીપીટ થાય છે અને આખા પ્રતિક્રમણમાં આ પાઠ ૬ વખત રીપીટ થાય છે. એમ એક ભૂલ ૨૪ વખત રીપીટ થાય છે. ૩.૪થા શ્રમણ સૂત્રમાં પડિક્રમામિ દોહિં બંધPહિંઃ રાગ બંધણેણં, દોષ બંધણેણં” એમ શબ્દો છે તેને બદલે ઘણા આમ બોલાવે છે – “રાગ બંધPહિં, દોષ બંધPહિં.' આ ભૂલ થાય તો આ પાઠમાં ૬૫ ભૂલો થાય. “પડિક્કમામિ દોહિં બંધPહિં એટલે કે બંધન બે પ્રકારનાં છે. આ શીર્ષક છે. એવી રીતે હિં અક્ષર દરેક શીર્ષકમાં આવશે, પણ શીર્ષક સિવાય હિં' અક્ષર નહિ આવે. કોઈકમાં “ણું” અક્ષરને બદલે “એ” આવશે. દા. ત. “પડિક્કમામિ તિહિં ગુત્તીહિં: મણ ગુત્તીએ, વય ગુત્તીએ, કાય ગુત્તીએ” એમ આવે છે. આ સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે છે. ૪. સાતમા વ્રતમાં ૧૪મા કર્માદાનમાં “સરદહત લાગ” ને બદલે ઘણા લોકો “સરહદ લાગ' એમ બોલાવે છે.
અનુસ્વારઃ ઘણા લોકો ઉચ્ચારણમાં અનુસ્વારનું ધ્યાન નથી રાખતા. જેમ કે “ઈચ્છામિ ઠામિ'ના પાઠમાં છેલ્લે “જમ્ ખંડિયમ્, જમ્ વિરાહિય' ને બદલે “જ ખડિયમ્, જ વિરાહિય'એમ બોલાવે છે. એવી રીતે લોગસ્સના પાઠમાં ઘણા તીર્થકરોના નામ પછી અનુસ્વાર છે. જે ધ્યાનથી બોલાવવા જોઈએ જેમ કે “મભિનંદણમું, સુમઈમ્, પઉમ્મપ્યહમ્, ચંદપ્યહમ્, વાસુપૂજમ્, ધમ્મમ્..” એવી રીતે “ઈચ્છામિઠામિ કાઉસ્સગ્નમ્ બોલાવવું કાઉસગ્ગ” નહિ.
(૯)