________________
બાર વ્રત યાદ રાખવાની ટ્રીક
અતિચારો યાદ આવી જાય. ૬. છઠ્ઠા વ્રતમાં ઊંચી નીચી | તીરછી દિશામાં જવાના યથા પરિમાણ મર્યાદા કરવાની વાત આવે છે એના પરથી ઉઢ દિસિનું યથા પરિમાણ.” વગેરે શબ્દો યાદ આવી જાય. તેવી રીતે આ દિશા મર્યાદાઓ ઓળંગવાના અતિચારોની વાત પરથી ઉઢ દિસિ પમાણાઈક્કમે.” વગેરે અતિચારો યાદ આવે. ૭. સાતમાં વ્રતમાં ખાવાપીવાની (ઉપભોગ) અને વસ્ત્ર અલંકાર (પરિભોગ) વગેરે વસ્તુની વિધિની મર્યાદા કરવાની વાત આવે છે. એના પરથી “ઉવભોગ, પરિભોગ વિહિં પચ્ચખાયમાણે..” વગેરે શબ્દો યાદ આવી જાય. તેવી જ રીતે સચેત આહાર નથી ખાવાનો વગેરે અતિચારોની વાત આવે છે એના પરથી સચિત્ત આહારે..' વગેરે અતિચારો યાદ આવી જાય. તે પ્રમાણે શ્રાવકે પંદર પ્રકારના ધંધા રોજગાર નથી કરવાના એવી વાત આવે છે એના પરથી “ ઈંગાલકમ્મ, વણકમે...' (ભઠ્ઠીમાં અગ્નિ પેટાવવી) વગેરે અતિચારો યાદ આવે છે. ૮. એવી જ રીતે આઠમા વ્રતમાં જીવ ચાર પ્રકારે અણઠ્ઠાદંડના પાપ બાંધે છે. જેમ કે આર્તધ્યાન, રૌદ્રધ્યાન વગેરે એના પરથી “ચઉવિહે અણઠ્ઠાદંડે.’ શબ્દો યાદ આવે છે. તેવી રીતે રાગ, કામ, મોહ આદિ વિકાર ઉત્પન્ન કરનારી વાતો કરવાની વાત પરથી “કંદખે.” વગેરે અતિચારો યાદ આવે છે. ૯. નવમું સામાયિક વ્રત સાવજ્જ જોગનું વેરમણે એવી રીતે યાદ રાખવું અને સામાયિકમાં મન, વચન, કાયાના દોષો ન લાગવાની વાત પરથી “મણ દુપ્પણિહાણે..” વગેરે અતિચારો યાદ આવે છે. ૧૦. દસમા વ્રતમાં દિવસમાં પ્રભાતથી શરૂ કરીને છ દિશાઓના ક્ષેત્રનું પરિમાણ કરવાની વાત આવે છે એના પરથી દિન પ્રતે પ્રભાત થકી..” વગેરે શબ્દો યાદ આવે છે. તેવી રીતે મર્યાદિત ક્ષેત્ર બહારથી કોઈ પદાર્થ મંગાવવા અથવા વાપરવાની વાત પરથી “આણવણ પઉગે..” વગેરે અતિચારો યાદ આવે છે. ૧૧. અગિયારમાં પરિપૂર્ણ પોષધ વ્રતમાં અન્ન પાણીનો ત્યાગ વગેરે
(૮).