________________
(6) અરહંત દયાળ (0
,
અરિહંતાદિનું શરણગમન પરાર્થવૃત્તિ અને કૃતજ્ઞતાગુણ વડે દુકૃતગહ અને સુકૃતાનુમદનરૂપ ભવ્યત્વ પરિપાકના બે ઉપાયોનું સેવન થાય છે. ત્રીજો ઉપાય અરિહંતાદિ ચારનું શરણુગમન છે. અહીં શરણુગમનને અર્થ એ છે કે જેઓ પરાર્થભાવ અને કૃતજ્ઞતાગુણના સ્વામી છે, તેઓને જ પિતાના એક આદર્શ માનવા, તેમના જ સત્કાર, સન્માન, આદર, બહુમાનને પોતાનાં કર્તવ્ય માનવાં.
પરાર્થભાવ અને કૃતજ્ઞતાગુણના સાચા અર્થી છનું તે બે ભાવની ટોચે (Climax) પહોંચેલાઓની શરણાગતિ. ભક્તિ, પૂજા બહુમાન વગેરે સહજપણે આવે છે. જે તે ન આવે તે સમજવું કે તેને અંતરથી દુષ્કૃતગહ કે સુકૃતાનુમોદન થયેલું નથી. એટલું જ નહીં પણ દુષ્કૃતગહ કે સુકૃતાનમેદનને ભાવ તેનામાં ઉત્પન્ન થયે, હોય તે પણ તે સાનુબંધ નથી, જ્ઞાન-શ્રદ્ધાપૂર્વક નથી.
જ્ઞાન અને શ્રદ્ધાથી વિહીને એ દુષ્કૃતગર્તા અને સુકૃતાનુમેદનને ભાવ નિરનુબંધ બને છે, ક્ષણ વાર ટકીને ચાલ્યા જાય છે, તેથી તેને સાનુબંધ બનાવવા માટે તે બે ગુણેને પામેલા અને તેની ટોચે પહોંચેલા પુરુષની શરણાગતિ અપરિહાર્ય છે.
એ શરણાગતિ, પરાર્થભાવ અને કૃતજ્ઞતાગુણને સાનુબંધ બનાવવા માટેનું સામર્થ્ય પૂરું પાડે છે, વીર્ય વધારે છે, ઉત્સાહ જગાડે છે અને તેમની જેમ જ્યાં સુધી પૂર્ણત્વ પ્રાપ્ત ન થાય, અર્થાત તે બે ગુણોની ક્ષાયિક ભાવે સિદ્ધિ ન થાય ત્યાં સુધી સાધનામાં વિકાસ થતું રહે છે. તેને અનુગ્રહ પણ કહેવાય છે. સાધનામાં ઉત્તરોત્તર વિકાસ વધારી સિદ્ધિ સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ પ્રકારના આલંબને
Scanned by CamScanner