________________
મારા અસંખ્ય આત્મપ્રદેશો આનંદથી ઊભરાઈ ગયા હતા.
મને તો કેમે ય માથું ઊંચકવાનું દિલ થતું ન હતું; પણ મારો આત્મા અનુમાનથી જાણતો હતો કે, “દેવાધિદેવ સમવસરણમાં દેશના આપવા માટે પધારી રહ્યા છે” માટે મારે હવે વધુ સમય રોકી રાખવા તે ઉચિત નથી.
ચરણોમાં ઝકી ગએલા મારા ખભા ઉપર પ્રસન્નતાથી હાથ મૂકતા એવા પરમાત્માની સામે હર્ષથી ભરપૂર આંસુ સાથે મેં એક નજર કરી અને તરત હું ત્યાંથી બાજુ ઉપર ખસી ગયો.
પ્રભુ આગળ વધ્યા. હું તે વૃન્દમાં જોડાઈ ગયે. ચિત્ર: ૧૫ સમવસરણુ આરોહણ
મારા માટે તો મહાવિદેહક્ષેત્રની આ દુનિયા સાવ જ નવી હતી. આસપાસ–પાસનું વાતાવરણ અનેક આશ્ચ
થી ભરપૂર હતું. વળી મારું શારીરિક બળચાલવાની ગતિ વગેરે સીમિત હતા. આ બધા કારણોસર એ વૃન્દ સાથે હું ચાલી ન શકતાં પાછો પડી ગયો. તારક પરમાત્મા
જ્યારે સમવસરણના સિંહાસન ઉપર બિરાજમાન થઈ ગયા હતા ત્યારે હું તો સમવસરણના પહેલા ગઢના પહેલા પગથીએ પગ મૂકતો હતો.
૭૭
Scanned by CamScanner