________________
હો હત. ધ્યાન
દેવિવમાનમાં બેસતાંની સાથે જ વિમાન ઊડવા લાગ્યુ. થોડીક જ પળોમાં તે મહાવિદેહના ગગનમાં આવી ગયુ અને નીચે ઊતરવા લાગ્યું.
ચિત્ર : ૧૩ પરમાત્માનું સાક્ષાત દર્શન
એ વખતે એકાએક ઇશાન ખૂણામાંથી કાઈ મધુર ધ્વનિ સંભળાંવા લાગ્યા. હા.. એ દિવ્ય-ધ્વનિ જ હતા. જ્યાં પરમાત્મા હોય ત્યાં આ દિવ્ય-ધ્વનિ એક પ્રતિહાર્ય - રૂપે જ.
મેં વિમાન-ચાલાક દેવાત્માને કહ્યું, એ, આકારણ– બધું ! પ્રભુ ઈશાન ખૂણામાંથી જ આ તરફ આવી રહ્યા લાગે છે. એથી જ આ દિવ્ય-ધ્વનિ આપણને સંભળાય છે. તેા વિમાન ધરની ઉપર આવી ઊભુ` અને જેવા મારા આત્મા બહાર કૂદી પડયો કે તરત જ દૂર થોડેક દૂર મે સાક્ષાત્ પરમાત્માને મારી તરફ આવી રહેલા જોયા. હા....એ જ દેવાધિદેવ પરમાત્મા સીમંધર સ્વામીજી હતા. એમની સાથે અનેક પ્રકારના દેવા, માનવેા વગેરે હતા. ૫૦૦ ધનુષની એ વિરાટ કાયા હતી. સૌવણી એમની કાયા હતી. દેવરહિત સુવર્ણના કમલેા ઉપર ક્રમશઃ પાદાર્પણુ કરતાં તેઓ આગળ વધી રહ્યા હતા.
હું પ્રભુની તરફ ઝપાટાબંધ ચાલવા લાગ્યા. મારી નજર પરમાત્મા સમક્ષર હતી.
૭૫
Scanned by CamScanner