________________
gT A અહંત યાન (G)]
આ સ્થિતિ ટાળવા માટે સહામણું દેખાતું જગત ખરેખર જે. બિહામણું છે તે તેને તે સ્વરૂપે જ જોતાં શીખી જવું જોઈએ. જેથી ધ્યાનની સ્થિતિમાં તેના પ્રત્યે કઈ જ સારી લાગણી જન્મવા પામે જ નહીં.
સોહામણા દેખાતા જગતના વાસ્તવિક બિહામણા સ્વરૂપનું ભાન થઈ જવું એ જ જગત-સાક્ષાત્કાર છે.
આ પછી બીજી ભૂમિકામાં પ્રવેશ થાય છે. હવે કામ સરળ બની જાય છે. અત્યાર સુધી “પરમાત્માને જે સાક્ષાત્કાર થતું ન હતે; મંદિરમાં મૂર્તિને જેવા છતાં–તેના આલંબન દ્વારા ય–પ્રભુ દેખાતા જ ન હતા, તે હવે સ્પષ્ટ રીતે સ્મરણમાં આવવા લાગે છે. વિક્ષોભ પેદા કરનારાં ચિત્ત-વમળ દૂર થયાં એટલે ચિત્તમાં પરમાત્માનું પ્રતિબિંબ સુસ્પષ્ટ થવા લાગ્યું. આમ આંખ મીંચતાં. જ પરમાત્મા દેખાવા લાગે તે ઈશ્વર-સાક્ષાત્કારની ઘૂલ ભૂમિકા થઈ
એ પછી હવે આત્મ-સાક્ષાત્કારની છેલ્લી ભૂમિકા આવે છે. સામે દેખાતા ઈશ્વરમાં આત્મા સંપૂર્ણપણે એકાકાર-અદ્વૈત બની જાય છે. ત્યારે તે સ્વયં ઈશ્વર બની જાય છે. આમ ઈશ્વરના સ્વરૂપના એકીકરણથી આત્મા પિતાના સુવિશુદ્ધ સ્વરૂપનું ભાન કરવા લાગે છે.
જ્યાં સુધી ભગવાન પ્રત્યે ભક્તિભાવ હતું ત્યાં સુધી બ ની લગન લાગી હતી; પણ જ્યારે આગળ વધીને ભગવાન જેવું જ પિતાનું ભગવાનથી ભિન્ન આત્મસ્વરૂપ ભાસવા લાગ્યું ત્યારે “s૬ની. અવસ્થા ઉદ્દભવી. પણ જ્યારે દૈતભાવ ગયે અને બે, એક થઈ ગયા તે “અહં અહંની ટેચ કક્ષાએ ચડાણ થઈ ગયું.
આથી જ કહ્યું કે, હે પ્રભુ! દેહબુદ્ધિથી હું તારે દાસ છું
Scanned by CamScanner