________________
I
પ્રકાશકીય
પૂજ્યપાદ, સંયમમૂતિ, વાત્સલ્યનિધિ પન્યાસ ભગવંત શ્રીમદ્ ભદ્ર ંકરવિજયજી મહારાજા સાહેબશ્રીએ શ્રહરન, સુશ્રાવક બાપુભાઈ કડીવાળા દ્વારા મુનિરાજશ્રી ચન્દ્રશેખરવિજયજીતે પાઠવેલી કૃપા-પ્રસાદી એટલે આ અરિહંત-ધ્યાનની પ્રક્રિયા.
યેાગશાસ્ત્રના અષ્ટમ–પ્રકાશમાં એનું મૂળ પડયુ છે.
મુનિશ્રીએ કતારગામ (સુરત), ઘેટી તથા છેલ્લે ચંદનબાળામાં આ પ્રક્રિયાને સકળ સૌંધ સમક્ષ રજૂ કરી હતી. તેને સાંભળ્યા બાદ અનેક પુણ્યાત્માઓની માગણી થઈ કે આ પ્રક્રિયા પુસ્તક રૂપે બહાર પાડવી જોઈએ, જેથી મ`ત્રજપથી જેએનું ચિત્ત પરમાત્મામાં તન્મય ન બની શકતું હેાય તેમને પરમાત્મામાં તન્મય બનવા માટે આ પ્રક્રિયા ખૂબ ઉપકારક થઈ પડશે.
આથી પૂજ્યપાદ ૫. ભગ. શ્રીમદ્ ભદ્રંકરવિજયજી મહારાજા સાહેબને આ પ્રક્રિયાનું લેખન તૈયાર કરીને મેાકલવામાં આવ્યું. પેાતાની નાદુરસ્ત તબિયતમાં પણ તે કૃપાલુએ તેનું શ્રવણ કરીને સુધારાએ સૂચવ્યા અને મુનિશ્રીને તે પ્રક્રિયા પરત કરવા સાથે માલેલા પત્રમાં તે પરમકૃપાલુશ્રીજીએ જણાવ્યું કે “એકંદરે આ લખાણ સુંદર અને ભાવવાહી થયુ છે. આંતરિક આરાધના માટે સાધકોને તે અત્યંત પ્રેરણાદાયી અને ઉપકારક બની રહેશે. આરાધનાના અભ્યાસ સાથેને તમારા આ પ્રયાસ અનુમેાદનીય છે.”
વાચકાના અને આરાધકાના કરકમલમાં આવી સુંદર ધ્યાન-પ્રક્રિયા મૂકતાં અમે અનેશ આન અનુભવીએ છીએ.
તા. ૧-૧૨-૮૧
વિ. સ’. ૨૦૩૮, ભાગ, સુદ્ પાંચમ
અમદાવાદ.
Scanned by CamScanner
લિ. ટ્રસ્ટી મ`ડળ કમલ પ્રકાશન ટ્રસ્ટ