________________
(
૧૫. કેસર સ્નાત્ર )
•
સૌપ્રથમ કેસરના ઘસારાથી પરમાત્માના અંગે વિલેપન કરવું. આ વિલેપન થોડા સમય માટે પરમાત્માના અંગે રાખવું. ત્યારબાદ કેસર મિશ્રિત જળ વડે શ્લોક-મંત્ર બોલીને અભિષેક કરવો જોઈએ. ભાવશિલ્પ : કેશર ઉષ્ણદ્રવ્ય છે. આત્મિક શુભાશુભ ભાવોની ઉષ્ણતા અનુક્રમે કર્મનાશ અને કર્મબંધનું કારણ છે. શુકલધ્યાન રૂપી અગ્નિ વિના સર્વથા કર્મનાશ શક્ય નથી. અનિપ્રયોગથી સુવર્ણમાં ભળેલ માટી છૂટી પડે એમ ગુરૂકુમાલ વગેરેની જેમ ધ્યાનાગ્નિથી કર્મરૂપી માટી છૂટી પડી આત્મસુવર્ણ શુદ્ધતેજોમય બને એવું આત્મશિલ્પ ઘડવા માટે કેશરયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः । 'कश्मीरजसुविलिप्तं बिम्बं तन्नीरधारयाऽभिनवम् ।
सन्मन्त्रयुक्तया शुचि, जैनं स्नपयामि सिद्ध्यर्थम् ॥ ૨ : S, R, J, B, HA, PB - શ્મીરન અર્થ : પવિત્ર મંત્ર સહિત (બોલવા પૂર્વક)ની કેશરયુક્ત જળની ધારા વડે, કેસરથી સારી રીતે વિલેપન કરાયેલા, અભિનવ અને (સુંદર) પવિત્ર એવા જિન બિંબને સિદ્ધિની કામનાથી હું સ્નાન કરાવું છું. મંત્ર : ૐ દોં É પરમાતે પરમેશ્વરાય ન્યપુષ્પાતિ-સગ્નિकश्मीरज-संयुतजलेन स्नपयामि स्वाहा ॥
• મસ્તકેથી અભિષેક લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
સત્તરપ્રકારી પૂજા ચરિત્ર : ગુણવર્મા રાજાના ૧૦ પુત્રોએ ભેગા મળીને કુલ ૧૦ પ્રકારી પૂજામાંથી એકેક
પૂજા કરી જેના પ્રભાવે સત્તરે પુત્રો તે જ ભવે મોક્ષે ગયા.
શિલ્પ-વિધિ
(૩૬)
હેમકલિકા - ૧