SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪. ચંદનરસ સ્નાત્ર ) શુદ્ધ સુગંધી સુખડને પાણીમાં ઘસી બનાવેલા ચંદનના રસથી જિનબિંબોને વિલેપન કરી થોડો સમય રાખવા જોઈએ. ત્યારબાદ શ્લોક અને મંત્ર બોલીને ચંદનરસ મિશ્રિત શુદ્ધ જળ વડે આ અભિષેક કરવામાં આવે છે. ભાવશિલ્પ : ચંદનના ૩ ગુણ, શીતલ, સરસ અને સુગંધી. ક્રોધ - આવેશ - ઉશ્કેરાટના પ્રસંગે આત્મા ચંદન જેવો શીતલ જ બન્યો રહે. અનિષ્ટ પ્રસંગોમાં ઘસારો પહોંચતા પણ ઉપશમ નામે અમૃતરસ જ ઝરે અને તેની સુગંધથી આકૃષ્ટ થઈ મોક્ષમાર્ગાનુકુળ સામગ્રી સહજ ખેંચાઈ આવે એવા ચંદનગુણયુક્ત આત્મશિલ્પના ઘડતર માટે ચંદનરસયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ शीतलसरससुगन्धि-मनोमतश्चन्दनद्रुमसमुत्थः । चन्दनकल्कः सजलो, मन्त्रयुतः पततु जिनबिम्बे ॥ અર્થ : શીતલ, સરસ અને સુગંધી એવો, મનને અત્યંત વ્હાલો, ચંદનના વૃક્ષમાંથી બનાવેલ, મંત્ર સહિતનો (મંત્રથી પવિત્ર કરાયેલો), જળ સહિતનો (જળમાં મિશ્રિત કરેલો) ચંદનનો રસ જિનબિંબ ઉપર પડો. (અભિષેક થાઓ.) મંત્ર : ૐ Ê દાઁ પરમાતે પરમેશ્વરાય ન્યપુષ્ય- શ્રचन्दनरस-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો). પ્રભુના અભિષેક તે અંગપૂજા છે, જેને ચૈત્યવંદનભાષ્યમાં વિજ્ઞોપશામિની પૂજા કહી છે. અભિષેક દ્વારા સર્વ પ્રકારના આંતરિક અને બાહ્ય વિઘ્નો, આપત્તિઓ, અપમંગલો, અસમાધિ તથા આર્ત-રૌદ્રધ્યાનના ઉકળાટનો નાશ થઈ મન પ્રસન્ન-પ્રફુલ્લિત બને છે, આત્મિક સાચું કલ્યાણ થાય છે. શ્રી અઢાર અભિષેક વિધાન (૩૫) શિલ્પ-વિધિ
SR No.034070
Book TitleAdhar Abhishek Vidhan
Original Sutra AuthorN/A
AuthorSaumyaratnavijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2015
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy