________________
Please Stop... Read... Realise...
- દ્રવ્યશિલ્પ --- આત્મશિલ્પ -- ભાવશિલ્ય :પાષાણ, કાષ્ઠાદિ દ્રવ્યોમાં મલિન અથવા તો વધારાનો ભાગ દૂર કરતાં જે દષ્ટમાત્ર મનોહર, આકર્ષક અને આફ્લાદક સ્વરૂપ પ્રગટ થાય તેને “શિલ્પ કહે છે. આ દ્રવ્યશિલ્પ છે. આત્માના અનાદિકાળના અશુભ, અશુદ્ધ અને અનર્થક ભાવોને દૂર કરતા જે શુભ, શુદ્ધ અને સાર્થક ભાવોનું પ્રગટીકરણ તે આત્મશિલ્પ. આ ભાવોને પ્રગટ કરવાની પ્રક્રિયા તે આત્મશિલ્પનું ઘડતર. પ્રસ્તુત ૧૮ અભિષેક તે એવી જ એક દિવ્ય પ્રક્રિયા છે, જેનું ફળ દોષહાસ અને ગુણવૃદ્ધિ છે. એ ફળ પામવા પ્રત્યેક અભિષેક પૂર્વે ભાવશિલ્પ રજૂ કરાશે. જે તે અભિષેકને યોગ્ય સુંદર આત્મલક્ષી ભાવના તે “ભાવશિલ્પ'. ભાવશિલ્પ તે “અમૃત અનુષ્ઠાન' ની સ્પર્શનાર્થે છે. જેના મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ શ્રીપાળરાજાના રાસ (ખંડ ૪)માં જણાવેલા શાસ્ત્રોક્ત લક્ષણો આ પ્રમાણે છે : તદગત ચિત્તને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણોજી; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયા તણોજી. (૧) અનુષ્ઠાન એકાગ્રચિત્તે – તન્મયતા પૂર્વક કરવું. (૨) અનુષ્ઠાન અતિ ઉછળતા ભાવે કરવું. (૩) અનુષ્ઠાન કરતા અંતરમાં બિહામણા સંસારનો ભય હોય. (૪) મહાભયંકર સંસારમાં રખડતા આપણને અનંતપુણ્યરાશિ પ્રાપ્ય એવું
જિનશાસન | અનુષ્ઠાન મળ્યાનો વિસ્મય-અહોભાવ હોય. (૫) અનુષ્ઠાન કરતા દેહના રોમાંચ પુલકિત થાય. (૬) અનુષ્ઠાન કર્યા બાદ પણ આનંદની ઊર્મીઓ ઉછળે. તો ચાલો, અઢાર અભિષેકના અમૃત અનુષ્ઠાનની સ્પર્શનાના પંથે પ્રયાણ કરીએ. (૧૮ અભિષેકના ૧૮ ગુજરાતી પધો : પૃ. ૧૧૬)
શિલ્પ-વિધિ
(૧૮)
હેમકલિકા - ૧