________________
આ પ્રથમ ભાગમાં લીધેલા વિષય સમ્બન્ધી સ્પષ્ટીકરણ કરવાનો આ વખત નથી, તે કામ લેકે જ કરશે તે ઠીક પડશે. કેટલીક બાબતને મર્મ હારી જીંદગીમાં ખુલ્લે કરવા જેવો નથી. કેટલીક બાબતે હારી ઈચ્છા ન છતાં જૈન સંઘને અપલી મહારી લેખિનીએ સ્વેચ્છાથી જ ચીતરી કહાડી છે.–અહા તેણીને “દાસ છું, હું તેણીની સત્તા બહાર ડગલું ભરવા કરતાં આખા જૈન સંધનીરે શહેનશાહતની સત્તા બહાર ડગલું ભરવા વધારે સહિસલામતીથી હિમત ધરી શકું. - આ ભાગમાં સુદર્શનકુમારના જન્મથી લગ્ન સુધી પ્રસંગ વિર્ણવ્યો છે, બીજા ભાગમાં તે ઘરસંસાર કેમ ચલાવે છે તે આવશે.
હેની અર્ધાગના જૈન સુધારાના હેના કામને અડધે બેજે કેવી રીતે ઉપાડી લે છે તે હકીક્ત સાથે હેને સાધુ મિત્ર સાધુવર્ગની સુધારણું માટે કેવા રસ્તા સૂચવે છે, એ વગેરે વર્ણન પણ આવશે.
આ સર્વ લખાણ કરવામાં મહે માત્ર એક જ લક્ષ્યબિન્દુ કચ્યું છેઃ “જૈન સુધારો. - અને એ લક્ષ્યબિન્દુએ પહોંચવા માટે હું એક જ સડક પસંદ કરી છે, કે જે સડક હૃદયને પૂછીને કલમ પોતે જ શોધી કહાડે છે. તે સતી આજ સુધી કાઈના ડરથી, કેાઇની લાલચથી, કે કોઈની ખુશામતથી ભ્રષ્ટ થઈ નથી, અને તે જ કારણથી તેણી જે સડક શોધી કહાડશે તે ખરી જ હશે એ બાબતને મહને સંપૂર્ણ ભરે છે. તેણીએ પસંદ કરેલી સડક પર ચાલતાં હું લેકવાયકાના વાઘ કે. ગરીબાઈને સર્પની લેશ પણ તમા ન રાખવાના શપથ લઉં છું. દેવી લેખિની ! ભગવતી ! તે શપથ પાળવાની તાકાદ પણ ત્યારે જ આપવાની છે, તે ભૂલતી ના.
વા. મ. શાહ..
Scanned by CamScanner