________________
ખોળામાં બેસવાની જક કરતાં; કોઈ છોકરાં પિતાને નાજુક હાથ લાંબો કરીને શેઠાણીના હસમુખા હે આગળ ધરતાં, કે જેથી તે હેમને ચુંબન કરે, તે કોઈ છોકરાંરભાબાઈની પાછળ જઈ લાડમાં ને લાડમાં ગરદને વળગી પડતાં ને શેઠાણીને હસાવતાં. આ છોકરાની ભાવરો પાણીનાં બેઠાં લઈને ઘરમાં પિસતાં કે ઘરમાંથી બહાર નીકળતાં આ કલ્લોલ કરતું ટોળું જોઈ હશી પડતી અને સગી માતાઓ કરતાં પણ પડોશણે આ બાળકોનાં હદય ઉપર જે કાબુ મેળવ્યો હતો તે વિચારી આશ્ચર્ય પામતી.
રંભા શેઠાણીની સરોવર જેવી સ્વચ્છ પરસાળમાં જાણે કે પિયણ ન ખીલી ઉઠયાં હોય એવો દેખાવ થઈ રહ્યો હતો, એવામાં એ પુરૂષોએ ઓચિંતા પ્રવેશ કરી આ આનંદમાં ભંગ પાડે. એ બેમાંના એક તો રંભાબાઈના પતિ ગાંડાલાલ શેઠ હતા અને બીજા એક લાંબી જટાવાળા બાવાજી હતા. લાલચોળ આંખો અને ઝાડ જેવડી જટાવાળા આ બાવાજીને જોઈને છોકરાં બધાં ડરી ગયાં અને સંતાતાં સંતાતાં સૌ સેનાં ઘરમાં પેસી ગયાં. બાવાજીથી કણ ના ડરે ? " છોકરાઓની માને બાવા લઈ જાય” તે પછી ફુલ જેવાં બિચારાં છોકરાંના તે શા ભાર ?!
એક અજાણ્યા પુરૂષને લઈને ગાંડાલાલ શેઠ સીધા ઘરમાં ચાલ્યા ગયા, એ જોઈ શેઠાણી પણ હેમની પાછળ ચાલ્યાં; કારણ કે શેઠ દરેક કામ શેઠાણીને પૂછીને જ કરતા હતા, તેથી શેઠાણીએ વગર બોલાવ્યા જ જવું જોઈતું હતું.
હાંડી તખતા અને ઝુમ્મરથી શણગારેલા એક ઑટા દીવાનખાનામાં ગાદી ઉપર શેઠ તથા બાવાજી બેઠા અને શેઠાણી હેમની સામે જાજમ ઉપર બેઠાં.
તકીયા ઉપર અલીને ગંભીર ચહેરો ધારણ કરીને બીરાજેલા બાવાજીએ દીવાનખાનાની ચુપકી ભાગીઃ “જો મત? - इघर बुलाके तकलीफ देनेका पपा समय है?"
. ગાંડાલાલ શેઠ બે હાથ જોડી, મસ્તક નમાવી, દીન વદને બોલ્યાઃ “બાપજી! આપ તે ભાગ્યશાળી પુરૂષ છે. તે દિવસે આપે પિલા ભેળાનાથ બ્રાહ્મણને તબુનો સોને કરી આપ્યો ત્યારથી જ આપની સિદ્ધિની અને ખાત્રી થઈ હતી. આપે ઘણાંનાં દરદ મટાડયાં :
Scanned by CamScanner