________________
(૯૬)
રાજધ ત્રીજું પદ –“ આત્મા કર્તા છે. » સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે.
કંઈને કઈ પરિણામ ક્રિયા સહિત જે સર્વ પદાર્થ જેવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે, તેકર્તાપણું ત્રિવિધ શ્રી જને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભા પરિ.
તિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવાયેગ્ય વિશેષ સંબંધસહિત) વ્યવહારથી તે “આત્મા કમીને કર્તા છે.”
ઉપચારથી ધર. નગર આદિને કર્તા છે. ' ચાણું પદ – આત્મા ભોક્તા છે.” જે જે કંઇ ક્રિયા છે તે સર્વ સફળ
છે, નિરર્થક નથી, જે કંઈ પણ કરવામાં આવે છે તેનું ફળ ભોગવવામાં આવે એ પ્રકા અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શ થી તે અગ્નિસ્પર્શનું ફળ, હીમને સ્પર્શ કરવાથી હીમસ્પર્શનું ફળ જેમ થયાવિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા ગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને
આત્મા કર્તા હેવાથી “ભતા છે.” પાંચમું પદ –મોક્ષ પદ છે. જે અનુપચરિત વ્યવહારથી છવને કર્મનું
કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભેકતાપણું નિરૂપણ કર્યું, - તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવપણું
હોય પણ તેના અનભ્યાસથી-તેના અપરિચયથી તેને ઉપશમ કરવાથી–તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવાગ્ય દેખાય છે; ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હેવાથી
તેથી રહિત એ જે શુદ્ધ-આત્મસ્વભાવ તે રૂપ મેક્ષપદં છે." ઠ પદ – “તે મોક્ષનો ઉપાય છે જે કદી કર્મબંધમાત્ર થયા કરે
એમ જ હોય તે તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મ બંધથી વિપરિત વિભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે-ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સયંમાદિ મે ક્ષપદના ઉપાય છે.”
Scanned by CamScanner